રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ શુક્રવારે ATM ઉપાડ ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નોટિફિકેશન અનુસાર, 1 મેથી, જો ગ્રાહકો માસિક ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદા કરતાં વધુ ટ્રાન્ઝેક્શન કરે છે, તો તેમને દરેક ટ્રાન્ઝેક્શન માટે વધારાના 2 રૂપિયા ચૂકવવા પડશે. હાલમાં, બેંકો મફત ટ્રાન્ઝેક્શન મર્યાદા ઓળંગવા પર 21 રૂપિયા વસૂલ કરે છે. હવે તેઓ 23 રૂપિયા લેશે. આ પહેલા RBIએ ATM ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની પણ જાહેરાત કરી હતી. RBI એ ઇન્ટરચેન્જ ફીમાં પણ 2 રૂપિયાનો વધારો કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે દરેક ટ્રાન્ઝેક્શન પર 19 રૂપિયાનો ઇન્ટરચેન્જ ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલા 17 રૂપિયા હતો. બેલેન્સ ચેક કરવા માટે તમારી પાસેથી 7 રૂપિયા લેવામાં આવશે
તે જ સમયે, બેલેન્સ પૂછપરછ જેવા બિન-નાણાકીય વ્યવહારો માટેની ફીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે એકાઉન્ટ બેલેન્સ તપાસવા માટે, હવે દરેક વ્યવહાર પર 7 રૂપિયા લેવામાં આવશે, જે પહેલા 6 રૂપિયા હતા. ATMમાંથી કેટલા મફત ટ્રાન્ઝેક્શન કરી શકાય છે?
ગ્રાહકોને વિવિધ બેંકોના ATM પર દર મહિને મર્યાદિત સંખ્યામાં મફત વ્યવહારોની મંજૂરી છે. મેટ્રો શહેરોમાં, ગ્રાહકોને 5 ટ્રાન્ઝેક્શન કરવાની છૂટ છે, જ્યારે નોન-મેટ્રો શહેરોમાં, 3 ટ્રાન્ઝેક્શનની મંજૂરી છે. જો મફત ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધી જાય, તો ગ્રાહકોએ વધારાના શુલ્ક ચૂકવવા પડશે.