back to top
Homeદુનિયાઅમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના F-1 વિઝા રદ કર્યા:ટ્રમ્પ વહીવટીતંત્રે ઇમેઇલ મોકલી જાતે...

અમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના F-1 વિઝા રદ કર્યા:ટ્રમ્પ વહીવટીતંત્રે ઇમેઇલ મોકલી જાતે જ દેશ છોડવાનો આદેશ આપ્યો; ભારત સહિત ઘણા દેશોના સ્ટૂડન્ટ્સ ચિંતિત

અમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના F-1 વિઝા રદ કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકામાં અભ્યાસ કરતા સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઇમેઇલ મોકલીને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. વિદ્યાર્થીઓના આંદોલનો અને સોશિયલ મીડિયા પર કથિત રાષ્ટ્ર વિરોધી પોસ્ટને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય વિદ્યાર્થીઓ પણ તેનાથી પ્રભાવિત થયા છે. વિઝા રદ કરવા માટે AI-આધારિત એપ્લિકેશન ‘કેચ એન્ડ રિવોક’નો ઉપયોગ થઈ રહ્યો છે. આ કાર્યવાહી શા માટે કરવામાં આવી?
આ નિર્ણય પાછળનું કારણ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓના આંદોલનોમાં વિદ્યાર્થીઓની ભાગીદારી જણાવવામાં આવી રહી છે. સરકારે સોશિયલ મીડિયા પર કથિત રાષ્ટ્ર વિરોધી પોસ્ટ શેર કરનારા અથવા લાઈક કરનારા વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી કરી છે. તેની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડી છે. વિઝા રદ કરવાનો આદેશ કોણે આપ્યો?
અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ જાહેરાત કરી હતી કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 300થી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા દરરોજ ચાલી રહી છે. દરેક દેશને એ નક્કી કરવાનો અધિકાર છે કે તેના દેશમાં કોણ રહી શકે અને કોણ નહી. વિદ્યાર્થીઓ કેવી રીતે પકડાઈ રહ્યા છે?
યુએસ સરકારે AI આધારિત એપ્લિકેશન ‘કેચ એન્ડ રિવોક’ લોન્ચ કરી છે. આ એપ વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. જો કોઈ વિદ્યાર્થી હમાસ અથવા અન્ય પ્રતિબંધિત સંગઠનોને સમર્થન આપતો જોવા મળે છે, તો તેનો વિઝા રદ કરવામાં આવી રહ્યો છે. નવી વિઝા અરજી પ્રક્રિયા પણ કડક બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં શું લખ્યું
વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, તમારો વિઝા રદ કરવામાં આવ્યો છે. તમારે CBP હોમ એપ દ્વારા યુએસથી પોતાને ખૂદને દેશનિકાલ કરવું પડશે. જો વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રીતે USમાં રહે છે, તો તેમને દંડ, અટકાયત અથવા બળજબરીથી દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે. ભવિષ્યમાં અમેરિકાની મુલાકાત લેવા માટે નવી વિઝા અરજી કરવી પડશે. વિદેશ પ્રધાન રૂબિયોએ ચેતવણી આપી
રૂબિયોએ કહ્યું કે, વિઝા જન્મસિદ્ધ અધિકાર નથી. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને દેશ છોડવો પડશે. ભારત સહિત ઘણા દેશોના વિદ્યાર્થીઓ ચિંતિત
અમેરિકામાં 11 લાખ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 3.32 લાખ ભારતીય વિદ્યાર્થીઓ છે. હવે આ કડક નિયમોના કારણે વિદ્યાર્થીઓમાં ભય અને ચિંતા વધી ગઈ છે. જાણો F-1 વિઝા વિશે…
F-1 વિઝા એ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં શૈક્ષણિક અભ્યાસ કરવા માટે અમેરિકામાં રહેવાની મંજૂરી આપે છે. આ સંસ્થાઓમાં યુનિવર્સિટીઓ, કોલેજો, ઉચ્ચ શાળાઓ, સેમિનરીઓ, કન્ઝર્વેટરી અને માન્ય ભાષા તાલીમ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. અમેરિકાના વિદેશ વિભાગના આંકડા અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓ ઐતિહાસિક રૂપે અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસતિમાં એક મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments