સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘સિકંદર’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની રિલીઝ સાથે, સલમાન ખાનના એક કટ્ટર ચાહકે ફિલ્મની 800 થી વધુ ટિકિટ ખરીદીને પોતાનો પ્રેમ દર્શાવ્યો છે, તે થિયેટરની બહાર તે ટિકિટો મફતમાં વહેંચી રહ્યો છે. ‘સિકંદર’ના પહેલા દિવસના પહેલા શો માટે ચાહકોમાં ભારે સ્પર્ધા છે, જ્યારે સલમાનના ચાહક કુલદીપ કાસવાને તો તેના માટે આખું થિયેટર બુક કરાવ્યું છે. તે થિયેટરની બહાર ફિલ્મ જોવા આવેલા લોકોને મફત ટિકિટનું વિતરણ કરતો જોઈ શકાય છે. કુલદીપે પહેલા દિવસના ફર્સ્ટ શો માટે 1 લાખ 72 હજાર રૂપિયામાં 817 ટિકિટ ખરીદી છે. સલમાન ખાનના જન્મદિવસ પર 6.5 લાખ રૂપિયાના કપડા વહેંચ્યા હતા કુલદીપ કસવાલ રાજસ્થાનનો છે અને સલમાન ખાનનો મોટો ચાહક છે. ‘સિકંદર’ની 817 ટિકિટો પર લાખો ખર્ચ કર્યા પહેલા પણ, તેણે સલમાન ખાનની પાછલી રિલીઝની સેંકડો ટિકિટો આ જ રીતે ખરીદી અને વહેંચી દીધી હતી. મીડિયા સાથે વાત કરતા કુલદીપે જણાવ્યું કે સલમાન ખાનના જન્મદિવસ પર તેણે તેના નામે 6 લાખ 35 હજાર રૂપિયાના બીઇંગ હ્યુમન કપડાં ખરીદ્યા અને તેને વહેંચ્યા. બીઇંગ હ્યુમન સલમાનની બ્રાન્ડ છે. તેમણે કહ્યું કે હાલમાં કેટલાક કપડાં બાકી છે, જે તેઓ ટૂંક સમયમાં તેમના શહેરમાં વહેંચશે. સલમાનના ચાહકોની દીવાનગીની આ વાતો પણ વાંચો- ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’ જોવા આવેલા ચાહકે થિયેટરમાં ફટાકડા ફોડ્યા સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’ 2021 માં રિલીઝ થઈ હતી. આ દરમિયાન, થિયેટરમાં એક વીડિયો સામે આવ્યો હતો જેમાં સલમાનના ચાહકો ફિલ્મ જોતી વખતે થિયેટરની અંદર ફટાકડા ફોડવા લાગ્યા હતા. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે આખું થિયેટર બુક કરવામાં આવ્યું હતું 2019 માં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ જોવા માટે, તેમના એક ચાહકે ફક્ત એક કે બે સીટ જ નહીં પરંતુ આખું થિયેટર બુક કરાવ્યું હતું. એક્ટરનો આ ચાહક મહારાષ્ટ્રના નાસિકનો રહેવાસી છે, જેનું નામ આશિષ સિંઘલ છે. સલમાનનો ટુવાલ 1.42 લાખ રૂપિયામાં ખરીદ્યો વર્ષ 2021 માં, સલમાન ખાન દ્વારા ઉપયોગમાં લેવાયેલ એક સાદો ટુવાલ તેના ચાહકે 1.42 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. આ એ જ ટુવાલ છે જેનો ઉપયોગ સલમાને ફિલ્મ ‘મુઝસે શાદી કરોગી’ના ગીત ‘જીને કે હૈ ચાર દિન’માં કર્યો હતો. ચેરિટેબલ ઓક્શનમાં આ ટુવાલની કિંમત જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. હિટ એન્ડ રન કેસમાં ફસાયેલા સલમાન માટે ચાહકે ઝેર પીધું વર્ષ 2015 માં, સલમાનના એક ચાહકે હાઇકોર્ટની બહાર ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન અહીં 2000ના હિટ એન્ડ રન કેસની સુનાવણી માટે આવ્યો હતો. જ્યારે કોર્ટે સલમાનની જામીન અરજી ફગાવી દીધી, ત્યારે ગૌરાંગો કુંડુએ ગુસ્સામાં આવીને ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો નોંધનયી છે કે, ફિલ્મ સિકંદરનું દિગ્દર્શન એઆર મુરુગદોસે કર્યું છે, જેમણે અગાઉ ‘ગજની’નું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના ઉપરાંત કાજલ અગ્રવાલ, પ્રતીક બબ્બર, સત્યરાજ અને શરમન જોશી પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ‘સિકંદર’ રિલીઝ થયા પછી તરત જ ઓનલાઈન લીક થઈ ગઈ
સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘સિકંદર’ રિલીઝ થયા પછી તરત જ ફુલ એચડી ક્વોલિટીમાં ઓનલાઈન લીક થઈ ગઈ છે. આ સાથે, આજે ગૂગલ પર ‘સિકંદર ડાઉનલોડ મૂવી’ સૌથી વધુ સર્ચ થઈ રહી છે. આ ફિલ્મ તમિલરોકર્સ, મૂવીરુલ્ઝ, ફિલ્મીઝિલા અને ટેલિગ્રામ ગ્રુપ જેવા પ્લેટફોર્મ પર ફ્રીમાં જોવા માટે ઉપલબ્ધ છે. આ વેબસાઇટ્સ પર ફિલ્મના ગેરકાયદેસર ડાઉનલોડ અને સ્ટ્રીમિંગ લિંક્સ આપવામાં આવી છે. ફિલ્મ પાઇરેસીનો ભોગ બની હોવાથી, તેના બોક્સ ઓફિસના આંકડા પર ઘણી અસર પડી શકે છે. સખત એન્ટી-પાયરસી કાયદાઓ અને ગેરકાયદેસર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર સતત કાર્યવાહી છતાં, બોલિવૂડ માટે પાયરસી એક મોટી સમસ્યા બની રહી છે. ‘સિકંદર’ના કિસ્સામાં, થિયેટરમાં કેમેરા રેકોર્ડિંગમાંથી લીક થયું હોઈ શકે છે, જે પાછળથી થોડા કલાકોમાં જ HD ક્વોલિટીમાં અપલોડ કરવામાં આવે છે. એક એક્સ યુઝરે એવો પણ દાવો કર્યો છે કે ‘સિકંદર’ ઓનલાઈન લીક થઈ ગયું છે.