વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થવા સાથે આર્થિક ગતિવિધિઓ મજબૂત બનતા અને પરિણામે ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે નાણાકીય વર્ષ 2024-25 પૂરું થવા પૂર્વે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી આકર્ષક વેલ્યુએશને ખરીદદાર બની જતાં ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી.
અમેરિકા દ્વારા 2, એપ્રિલથી આયાત પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની તૈયારીઓ વચ્ચે અમેરિકાના સરકારી અધિકારીઓ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરતાં પૂર્વે ભારતની મુલાકાતે આવી રહ્યાના અહેવાલોએ લોકલ ફંડોએ સાવચેતી અપનાવ્યા સામે વિદેશી ફંડોનું વેલ્યુબાઈંગ યથાવત્ રહેતા ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. બજારની ભાવી દિશા…. મિત્રો, આગામી નાણાં વર્ષમાં રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની છ બેઠકો મળનાર છે. પ્રથમ બેઠક 7-9 એપ્રિલે મળી રહી છે. આ બેઠકમાં રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરી સંપૂર્ણ નાણાં વર્ષ દરમિયાન કુલ 0.75%નો ઘટાડો આવવાની શકયતા છે. જો કે અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફની દેશના અર્થતંત્ર પર કોઈ મોટી અસર જોવા મળશે તો રિઝર્વ બેન્ક નાણાં નીતિને વધુ હળવી બનાવે તેવી શકયતા નકારાતી નથી. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી મે 2022થી ફેબ્રુઆરી 2023ના ગાળામાં એકંદર 250 બેઝિસ પોઈન્ટ વધારી વ્યાજ દર 6.50% કરાયા હતા. ફુગાવો નરમ પડતા વર્તમાન નાણાં વર્ષની ફેબ્રુઆરીમાં યોજાઈ ગયેલી અંતિમ બેઠકમાં રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરાયો હતો.
વૈશ્વિક મોરચે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને ટેરિફ યુદ્વમાં ધકેલતા અને અમેરિકાની રશીયાને યુક્રેન મામલે મનાવવાના પ્રયાસમાં હજુ પૂરી સફળતા મળી નહીં હોવાથી અને ઈઝરાયેલ-હમાસ યુદ્વ ફરી વકરતાં જીઓપોલિટીકલ ટેન્શનને લઈ યુરોપ, એશીયાના અન્ય દેશોના બજારોમાં નરમાઈ જોવાઈ હતી. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા હજુ કાયમ રહેતા અને 2, એપ્રિલના ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પર વિશ્વની સાથે ભારત પર અસર શું થશે એના પર નજર હોઈ વૈશ્વિક બજારોમાં હજુ અફડાતફડી જોવાઈ શકે છે ત્યારે વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને..!!!
MOIL લિમિટેડને 22 જૂન 1962ના રોજ મેંગેનીઝ ઓર (ઇન્ડિયા) લિમિટેડ નામ સાથે પબ્લિક લિમિટેડ કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી. વર્ષ 1997માં CPMOએ તેમનો સમગ્ર હિસ્સો ભારત સરકારને ટ્રાન્સફર કર્યો અને કંપની 100% સરકારી માલિકીની કંપની બની. ઓગસ્ટ 17, 2010 માં કંપનીનું નામ મેંગેનીઝ ઓર (ઈન્ડિયા) લિમિટેડથી બદલીને MOIL લિમિટેડ કરવામાં આવ્યું હતું. MOIL લિમિટેડ ભારતમાં જથ્થા પ્રમાણે મેંગેનીઝ ઓરના વિવિધ ગ્રેડના સૌથી મોટા ઉત્પાદક અને વેચાણકર્તા છે. ઉપરાંત તેઓ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કેમિકલ ગ્રેડ મેંગેનીઝ ઓરનું ઉત્પાદન કરે છે. કંપનીની તમામ ખાણો મધ્ય ભારતમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના રાજ્યોમાં સ્થિત છે. કંપની હાલમાં કાન્દરી, મુનસાર, બેલડોંગરી, ગુમગાંવ, ચિકલા, બાલાઘાટ, અને ઉકવા ખાણો અને ડોંગરી, બુઝુરગ સીતાપટોર/સુકલી અને તિરોડી નામની સાત ભૂગર્ભ ખાણોનું સંચાલન કરે છે. તેઓ મધ્યપ્રદેશમાં દેવાસ નજીક નાગદા હિલ્સ અને રાતેડી હિલ્સમાં કુલ 20 મેગાવોટની કુલ ક્ષમતા સાથે બે વિન્ડ ફાર્મની પણ માલિકી ધરાવે છે.
મોઈલ લિ. ઇન્ડસ્ટ્રીયલ મિનરલ્સ સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.6658.04 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.90.13 લાખ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.588.35 અને ઘટીને રૂ.276.85 થયો છે.
શેર હોલ્ડિંગ પેટર્ન: ડિસેમ્બર – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 64.68% અને પબ્લિકનું હોલ્ડીંગ 35.32% આવેલ.
બોનસ શેર: વર્ષ 2017 માં 1:1 શેર બોનસ આપેલ છે.
ડિવિડન્ડ: કંપની દ્વારા વર્ષ 2021માં શેરદીઠ રૂ.7.40, વર્ષ 2022માં શેરદીઠ રૂ.6.00, વર્ષ 2023માં શેરદીઠ રૂ.3.69, વર્ષ 2024માં શેરદીઠ રૂ.6.05 અને વર્ષ 2025માં શેરદીઠ રૂ.4.02 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. નાણાકીય પરિણામ:
(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2023 થી માર્ચ 2024: ચોખ્ખું વેચાણ રૂ.1341.65 કરોડની તુલનાએ વધીને રૂ.1449.43 કરોડ મેળવીને એનપીએમ 20.24% થકી ચોખ્ખો નફો રૂ.250.59 કરોડની તુલનાએ વધીને રૂ.293.34 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.14.42 નોંધાવી છે.
(2) બીજું ત્રિમાસિક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024: ચોખ્ખું વેચાણ રૂ.492.84 કરોડથી ઘટીને રૂ.291.89 કરોડ મેળવીને એનપીએમ 17.12% થકી ચોખ્ખો નફો રૂ.152.35 કરોડની તુલનાએ ઘટીને રૂ.49.96 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.2.46 નોંધાવી છે.
(3) ત્રીજું ત્રિમાસિક ઓકટોબર 2024 થી ડીસેમ્બર 2024: ચોખ્ખું વેચાણ રૂ.291.89 કરોડથી વધીને રૂ.366.82 કરોડ મેળવીને એનપીએમ 17.36% થકી ચોખ્ખો નફો રૂ.49.96 કરોડની તુલનાએ વધીને રૂ.63.69 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.3.13 નોંધાવી છે.
ઝીરો પ્રમોટર પ્રતિજ્ઞા સાથે ઉચ્ચ TTM EPS ગ્રોથ ધરાવતી આ કંપનીના તાજેતરના પરિણામોમાં વાર્ષિક ધોરણે નફામાં વૃદ્ધિ સાથે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિનમાં વધારો થયો છે. વધતા નફા માર્જિન (QoQ) સાથે ચોખ્ખા નફામાં વૃદ્ધિ અને છેલ્લા 2 વર્ષથી બુક વેલ્યુમાં સુધારો જોવા મળ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ મિનરલ્સ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.313 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.296 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.337 થી રૂ.350 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.
( BSE CODE – 523598 )
શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના 24 માર્ચ 1950ના રોજ ‘ઈસ્ટર્ન શિપિંગ કોર્પોરેશન લિમિટેડ’ તરીકે કરવામાં આવી હતી. વેસ્ટર્ન શિપિંગ કોર્પોરેશન લિમિટેડને 2 ઓક્ટોબર 1961થી કંપની સાથે જોડવામાં આવી હતી અને 21 ઓક્ટોબર 1961ના રોજ કંપનીનું નામ ‘ઈસ્ટર્ન શિપિંગ કોર્પોરેશન લિમિટેડ’ માંથી બદલીને ‘ધ શિપિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ’ કરવામાં આવ્યું હતું. SCI વિવિધ સરકારી વિભાગો અને અન્ય સંસ્થાઓ વતી મોટી સંખ્યામાં જહાજોનું સંચાલન કરે છે માલના પરિવહનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપની ત્રણ વિભાગોમાં કાર્ય કરે છે: લાઇનર અને પેસેન્જર સેવાઓ બલ્ક કેરિયર્સ અને ટેન્કર્સ અને તકનીકી અને ઑફશોર સેવાઓ. લાઇનર સેગમેન્ટમાં બ્રેક બલ્ક અને કન્ટેનર ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે. બલ્ક સેગમેન્ટમાં ટેન્કરો (ક્રૂડ અને પ્રોડક્ટ બંને), ડ્રાય બલ્ક કેરિયર્સ, ગેસ કેરિયર્સ અને ફોસ્ફોરિક એસિડ કેરિયર્સનો સમાવેશ થાય છે. અન્યમાં ઑફશોર જહાજો પેસેન્જર જહાજો અને સેવાઓ અને અન્ય સંસ્થાઓ વતી સંચાલિત જહાજોનો સમાવેશ થાય છે. SCI ની વિશ્વવ્યાપી કામગીરીને ભારતના ચાર મહાનગરો એટલે કે મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને કોલકાતામાં આવેલી ઑફિસો દ્વારા સપોર્ટ કરવામાં આવે છે અને તેઓની લંડનમાં ઑફિસ પણ છે.
શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. શિપિંગ સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.7813.78 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.6.51 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.384.80 અને ઘટીને રૂ.138.25 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : ડિસેમ્બર – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 63.75% અને પબ્લિકનું હોલ્ડીંગ 36.25% આવેલ.
બોનસ શેર : વર્ષ 2008 માં 1:2 શેર બોનસ આપેલ છે.
ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2021માં શેરદીઠ રૂ.0.25, વર્ષ 2022માં શેરદીઠ રૂ.0.33, વર્ષ 2023માં શેરદીઠ રૂ.0.44 અને વર્ષ 2024માં શેરદીઠ રૂ.0.50 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ :
(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2023થી માર્ચ 2024 : ચોખ્ખું વેચાણ રૂ.5793.95 કરોડની તુલનાએ ઘટીને રૂ.5046.04 કરોડ મેળવીને એનપીએમ 12.13% થકી ચોખ્ખો નફો રૂ.800.12 કરોડની તુલનાએ ઘટીને રૂ.612.15 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.13.14 નોંધાવી છે.
(2) બીજું ત્રિમાસિક જુલાઈ 2024થી સપ્ટેમ્બર 2024: ચોખ્ખું વેચાણ રૂ.1514.07 કરોડથી ઘટીને રૂ.1450.63 કરોડ મેળવીને એનપીએમ 20.01% થકી ચોખ્ખો નફો રૂ.286.92 કરોડની તુલનાએ વધીને રૂ.290.22 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.6.23 નોંધાવી છે.
(3) ત્રીજું ત્રિમાસિક ઓકટોબર 2024થી ડીસેમ્બર 2024: ચોખ્ખું વેચાણ રૂ.1450.63 કરોડથી ઘટીને રૂ.1302.97 કરોડ મેળવીને એનપીએમ 4.97% થકી ચોખ્ખો નફો રૂ.290.22 કરોડની તુલનાએ ઘટીને રૂ.64.80 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.39 નોંધાવી છે.
52 અઠવાડિયાના ઉચ્ચ સ્તરથી 56.98% દૂર અને 52 અઠવાડિયાના નીચા સ્તરથી 19.54% દૂર આ સ્ટોક ઝીરો પ્રમોટર પ્રતિજ્ઞા સાથે ઓછું દેવું ધરાવે છે. છેલ્લા 2 વર્ષથી વાર્ષિક EPSમાં અને બુક વેલ્યુમાં સુધારો જોવા મળ્યો છે. શિપિંગ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.160 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.144 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.174 થી રૂ.180 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!!