વિજય હરિયાણી
જામનગર પાસે આવેલ લાલપુરના મોડપર ગામે એક ખેડૂત તેમની 200 વિઘાની જમીનમાંથી 50 વિઘા જમીનમાં કાળા ઘઉંની ખેતી કરી રહ્યા છે. આ કાળા ઘઉંનાં લોટની રોટલી કે ભાખરી બનાવવી રોજિંદા ભોજનમાં લેવાથી અનેક ફાયદા શરીરમાં
થાય છે.
જામનગર પાસે આવેલ લાલપુરના મોડપર ગામે કિશનભાઇ એમ. ચંદ્રાવાડીયા 50 વીઘાની જમીનમાં કાળા ઘઉંની ખેતી શરૂ હતી. આ કાળા ઘઉંની ખેતી ઓછા ખેડૂતો જ કરી રહ્યા છે. કેમ કે, આ કાળા ઘઉંનાં લોટ રોજિંદા રોટલી કે ભાખરી બનાવીને જમવામાં લેવામાં આવે તો મનુષ્યના શરીર માટે બહુ જ ગુણકારી છે અને આ કાળા ઘઉંની ખેતી પાછળ રાબેતા મુજબના ઘઉંની ખેતી કરવા જેટલો જ ખર્ચ થાય છે. 4 વર્ષથી આ ખેતી કરે છે અને વર્ષ દરમિયાન 10 થી 12 ટન ઘઉંનું ઉત્પાદન કરી રહ્યા છે અને 3થી 4 મહિનામાં પાક થઇ જાય છે. આ કાળા ઘઉંની ખેતી સૌ પ્રથમ જાપાનમાં શરૂ થઇ હતી અને બાદમાં પંજાબમાં આવી હતી. બાદમાં પંજાબમાં બહુ જ ઓછા ખેડૂત કરી રહ્યા છે. બાદમાં ભારતના જુદા-જુદા ગામડાઓ આ ખેતી શરૂ કરાઇ હતી. કાળા ઘઉંના શું ફાયદા થાય છે કાળા ઘઉં બહુ જ ઓછા લોકોએ જોયા હશે અને તેને દળાવીને રોટલી કે ભાખરી ભોજનમાં લેવાથી અનેક ફાયદાઓ થાય છે. કાળા ઘઉંમાં આયર્ન, ઝિંકનું પ્રમાણ બહુ જ વધારે હોય છે. જેનાથી ડાયાબિટિસ, કોલેસ્ટોલ, હ્રદયની જે લોકોને તકલીફ હોય તેને આ ઘઉંની રોટલી કે ભાખરી દરરોજ નિયમિત ભોજનમાં લેવાથી ફાયદા મળે છે તેવું આ ખેડૂત દ્વારા જણાવાયું છે. કાળા ઘઉંની ખેતી હું છેલ્લા ચાર વર્ષથી કરૂ છું અને જામનગર સહિતના શહેરોમાં ઓનલાઇન સપ્લાય કરું છું, કેમ કે, કાળા ઘઉં બહુ જ ઓછા લોકોને ખબર છે કે અને તેના ફાયદા શું છે તે હજુ લોકો જાણતા નથી જે લોકો જાણે છે તે ઓનલાઇન ઓર્ડર આપી રહ્યા છે. જેમાં ખાસ કરીને વેસ્ટ બેંગ્લોર, તેલંગા, એમપી, યુપી. બાજુ બહુ જ ડિમાન્ડ છે. – કિશનભાઇ એમ. ચંદ્રાવાડિયા, ખેડૂત