જૂનાગઢના વસુંધરા નેચર ક્લબનાના ત્રણ મિત્રોએ માદા મગર પર કરેલાં સંયુક્ત સંશોધનથી અમેરિકા પણ પ્રભાવિત થયું છે. આ સંશોધનનો લેખ USAની આંતરરાષ્ટ્રીય જર્નલમાં ‘રેપટાઈલ્સ એન્ડ એમ્ફિબિયન્સ’ પ્રકાશિત થયો હતો. ત્રણેય મિત્રોએ એક અપંગ માદા મગર પર એક વર્ષ સુધી રિસર્ચ કર્યું હતું. જેમાં તેઓને અનેક આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં ખાસ એક દૃશ્ય હતું કે, એક ગર્ભવતી માદા મગર જે એક પગથી અપંગ હોવા છતાં એક કિ.મી. સુધી સંઘર્ષ કરીને એક કચરાના ઢગલામાં જઇ 14 બચ્ચાને જન્મ આપ્યો હતો, જેમાંથી એક બચ્ચું પૂંછડી વગરનું જન્મ્યું હતું. એક પગે અપંગ હોવા છતાં માદા મગર એક કિ.મી.નો સંઘર્ષ કરીને કચરાના ઢગલામાં કેમ ગઇ? 14 બચ્ચાને જન્મ આપ્યો એમાં એક બચ્ચું પૂંછડી વગરનું કેમ જન્મ્યું..? વસુંધરા નેચર ક્લબના પ્રણવ વઘાશિયા, ડો. દેવેન્દ્ર ચૌહાણ અને બરોડા સ્થિત સરિસૃપ સંશોધક રાજૂ વ્યાસએ સંયુક્ત સંશોધન કરીને આ સવાલોના જવાબ મેળવ્યા છે. જે આ અહેવાલમાં વિગતવાર વાંચીએ… મગર વિશે સંશોધન કરવું તે ઘણું કઠિન: પ્રણવ વઘાસિયા
વસુંધરા નેચર ક્લબના સભ્ય પ્રણવ વઘાસિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ એ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ સારો વિસ્તાર છે, જેમાં સિંહ, દીપડા અને અન્ય જીવોનો વસવાટ છે તે લોકો જાણે છે. તેવી જ રીતે અહીં મીઠા પાણીના નિવસનતંત્રના જળચર જીવોનો રાજા મગર પણ આ વિસ્તારમાં જોવા મળે છે. મગર વિશે સંશોધન કરવું તે ઘણું કઠિન વિષય છે. કારણ કે તે સરિસૃપ પ્રાણી છે અને તેની એક્ટિવિટી પણ ખૂબ જ ધીમી ગતિએ હોય છે જેના કારણે આ જીવોને મોનેટરીંગ કરવા ખૂબ જ અઘરું કામ છે. છતાં પણ અમે છેલ્લા સાત વર્ષથી મગર પર સંશોધન કરી રહ્યા છીએ. જેમાં મગરની વર્તુળ ઇકોલોજીકલ રોલ મેટિંગ બિહેવ પર કામ કરી રહ્યા છીએ. ‘માદા મગરે એક કિલોમીટર ટ્રાવેલ કર્યું’
પ્રણવ વઘાસિયા કહે છે કે, મગર પર રિસર્ચ કરવા માટે ખાસ વસ્તુ એ ઉપયોગી બને છે કે અહીં આસપાસ પાણીના સ્ત્રોતમાં મગર આસાનીથી મળી રહ્યો છે અને ઘણા વિસ્તાર એવા પણ છે કે જ્યાં રાત્રિના સમયે પણ ઓબ્ઝર્વેશન લઈ શકાય છે. આવા સંજોગો દરમિયાન અમને એક માદા મગર જોવા મળી હતી. જે માદા મગરને અઢી મીટર કરતા વધુ લંબાઈ હતી અને 2024 માં જ્યારે તેનો નેસ્ટિંગ પિરિયડનો સમય હતો. ત્યારે આ ઘટનાની અમે નોંધ કરી હતી. જેમાં આ માદા મગર પોતાનો માળો શોધવા લગભગ તેને એક કિલોમીટર ટ્રાવેલ કર્યું હતું. ’14 જેટલા બચ્ચાને જન્મ આપ્યો, એક ખોડખાપણવાળુ’
પ્રણવ વઘાસિયા વધુમાં જણાવે છે કે, આ માદા મગરનો એક પગ સંપૂર્ણપણે કપાઈ ગયેલો હતો. આવા સંજોગોમાં પેટે ઢસડાઈને ચાલનારા સરીસૃપ જીવોને જમીન પર ચાલવું, દોડવું અને પાણીમાં તરવું અને એક માદા હોવાના નાતે જમીન પર નેસ્ટ ખોદવાનું કામ અઘરું બને છે. પરંતુ આ પગ કપાયેલી માદા મગરે પોતાના રહેણાંકની શોધમાં એક કિલોમીટર સુધી ટ્રાવેલ કરી એક નેસ્ટીંગ સાઈડની શોધ કરી હતી, જ્યાં કચરાનો ઢગલો હતો. જ્યાં આ માદા મગરે ઈંડા મૂક્યા હતા અને 14 જેટલા બચ્ચાને જન્મ આપ્યો હતો. પરંતુ મુદ્દાની વાત એ છે કે આ માદા મગરે જે બચ્ચાને જન્મ આપ્યો હતો તેમાંથી એક બચ્ચું શારીરિક ખોડખાપણ ધરાવતું હતું અને તે બચ્ચાને પૂંછડી ન હતી, જે આ બાબત ઘણી ગંભીર હતી. ‘તાપમાનમાં ફ્રન્સ્યુલેશન આવવાથી બચ્ચું આવું જન્મ્યું હોવાનું અનુમાન’
સરિસૃપ જીવોમાં ગરોળી, મગર, કાચબામાં ટીએસડી નામનું તત્વ રહેલું હોય છે. જે તાપમાન આધારિત તેના લિંગ નક્કી કરતું હોય છે કે આવનાર બચ્ચું નર જન્મે અથવા તો માદા.. પરંતુ મિનિમમ અને મેક્સિમમ તાપમાનની અંદર કોઈ ફ્રન્સ્યુલેશન આવે તો આવી ખોડખાપણ પણ થઈ શકે છે. એટલે જ્યારે આ માદા મગરે બચ્ચાને જન્મ આપ્યો ત્યારે તાપમાનની અંદર કોઈ ફ્રન્સ્યુલેશન આવવાથી બચ્ચું પૂંછડી વિનાનું અને ખોડખાપણ વાળુ જન્મ્યું હોય તેવું પ્રાથમિક અનુમાન છે. ‘લેખ USAની આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયો: પ્રણવ વઘાસિયા’
પ્રણવ વઘાસિયા જણાવે છે કે, મીઠા પાણીના મગર એટલે કે મીઠા પાણીના (Crocodile Palustris) તે સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિની અંદર જંગલી વસવાટમાં આ ઓબ્ઝર્વેશનમાં સૌપ્રથમ વખત નોંધ કરવામાં આવી છે. જે માદા મગર હતી તેને એક પગ ન હતો અને તાપમાનમાં ફેરફાર અને કચરાના ઢગલામાં નેસ્ટ બનાવતા આ માદા વગેરે પૂંછડી વિનાના એક બચ્ચાને જન્મ આપ્યો હતો. વિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને ‘એન્યુરી’ (Anury) અથવા ‘અકૌડીયા’ (Acaudia) તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનાની નોંધ એટલે કે આ સંશોધન લેખ તૈયાર કરી આ લેખ USAની આંતરરાષ્ટ્રીય જર્નલમાં ‘રેપટાઈલ્સ એન્ડ એમ્ફિબિયન્સ’ પ્રકાશિત થયો હતો. જે સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિ વિશે જૂનાગઢ ખાતે નોંધ કરવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. ઓબ્ઝર્વેશન દરમિયાન કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાયા?
આ ઓબ્ઝર્વેશન દરમિયાન કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા એ અંગે વાત કરતા પ્રણવ વઘાસિયા જણાવે છે કે, આમ જોવા જઈએ તો મગરમાં અલગ અલગ પ્રકારની ખોડખાપણ જોવા મળતી હોય છે, પરંતુ બચ્ચામાં ખોડખાપણ જોવા મળવી અને ખાસ મીઠા પાણીની મગરનું ઓબ્ઝર્વ કરવું ખૂબ જ અઘરી બાબત છે. કારણ કે, મગર પાણીની અંદર પણ હોય છે બહાર પણ હોય છે અને તેની દરેક મુમેન્ટ પર ખાસ ધ્યાન રાખવું પડે છે જેમાં અલગ અલગ પરિબળોની નોંધ કરવામાં આવે છે. અગાઉ ગુજરાતમાં એક બે કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં પગની ખોડખાપણ હોય છે જેમાં પગની આંગળીઓ ન હોવી, ઘણા કિસ્સાઓમાં પગની આંગળીઓ વધુ કે ઓછી હોવી, પરંતુ પૂંછડી ન હોય તેવો આ પ્રથમ કિસ્સો બન્યો છે. ઘણી અન્ય પ્રજાતિઓમાં આવી નોંધ થયેલી છે પરંતુ મીઠા પાણીના મગરમાં આ પ્રકારની શોધ થઈ હોય તેવો વિશ્વમાં આ પ્રથમ કિસ્સો છે. ‘નદી કાંઠા સાફ રખાય તો ઘણા જીવો બચી શકે’
પ્રણવ વઘાસિયા કહે છે કે, તાપમાનનું ફક્નચ્યૂલેશન મુખ્ય કારણ છે સામાન્ય રીતે આ વસ્તુ ચિંતાજનક ગણાય, પરંતુ આવા પ્રાણીઓની નોંધ રાખે તો બેઝિક આપણી આસપાસના જીવોની હેલ્થનો આઈડિયા આવે છે. નદીઓ જળાશયો જેમાં ડમ્પીંગ સાઈડ તરીકે કચરો ઠાલવવામાં આવે છે. તેનો વહેલી તકે નિકાલ કરવો જોઈએ કારણ કે નદી કાંઠા સાફ રાખવામાં આવશે તો ઘણા બધા જીવો બચી શકે છે. ખાસ કરીને કાચબા, મગર અને અલગ અલગ પ્રજાતિના કાચિંડા ઈંડા મુકવા માટે નદીકાંઠાનો ઉપયોગ કરે છે. આવા કિસ્સાઓમાં પ્લાસ્ટિક તેમજ અન્ય પરિબળોની સીધી અસર આવા જીવો પર પડે છે.