back to top
Homeગુજરાતજ્યાં નોકરી કરી ત્યાં જ ચોરી કરી, CCTV:લોન ચૂકવવા યુવકે પેટ્રોલ પંપના...

જ્યાં નોકરી કરી ત્યાં જ ચોરી કરી, CCTV:લોન ચૂકવવા યુવકે પેટ્રોલ પંપના 7 લાખ પર હાથ ફેરો કર્યો, અન્ય કર્મીઓને પણ જાણ બહાર હસતા-હસતા આખા કાંડમાં ફસાવી દીધા

સુરતના કાપોદ્રા કિરણચોક સ્થિત નાયરા પેટ્રોલ પંપ ઉપર બે વર્ષથી ફિલર તરીકે નોકરી કરતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાને મેનેજરના નામે અન્ય કર્મચારીઓ પાસે વકરાના 7.09 લાખ ઉઘરાવી ચોરી લીધા હતા. મેનેજરે અન્ય ફિલર પાસે હિસાબ માંગતા તેની કરતૂત બહાર આવ્યા બાદ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. લોન ચૂકવવા માટે આ કાંડ કર્યો હોવાની યુવકે કબૂલાત આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અન્ય કર્મચારીઓની જાણ બહાર તેની પાસેથી વકરાના રૂપિયા લઈને તેમને પણ આ આખા કાંડમાં ફસાવી દીધા હતા. અન્ય કર્મચારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતો હોય તેવો સીસીટીવીમાં પણ તે કેદ થઈ ગયો હતો. આરોપી બે વર્ષ પંપ પર કામ કરે છે
મળતી માહિતી પ્રમાણે, મૂળ મહેસાણાના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા નિર્મળનગરમાં રહેતા 43 વર્ષીય ચિરાગભાઈ રસિકલાલ પટેલ કાપોદ્રા કિરણચોક ખાતે નાયરા પેટ્રોલ પંપ ધરાવે છે. બે વર્ષ અગાઉ તેમણે મૂળ ઉત્તરપ્રદેશ પ્રતાપગઢ ભરતપૂર્વાના 22 વર્ષીય અનિરૂધ્ધ પ્રતાપ સિંઘને ફિલર તરીકે પેટ્રોલ પંપ ઉપર નોકરીએ રાખ્યો હતો અને તે પેટ્રોલ પંપ નજીક સ્ટાફ રૂમમાં રહેતો હતો. દિવસના આવેલા 4 લાખ લઈ લોન ભરી દીધી
ત્રણ દિવસ અગાઉ સાંજે પંપના મેનેજર ચિરાગ ગજેરાએ સુપરવાઈઝર આદિલભાઈ કાજી અને પંકજભાઈ પાસે દિવસ દરમિયાનનો હિસાબ માંગતા બંનેએ જણાવ્યું હતું કે, અનિરુદ્ધે દિવસનો હિસાબ 4 લાખ તમને આપવા ઉઘરાવી લીધો છે. આ અંગે અનિરુદ્ધને પૂછતાં તેણે પોતાની 4 લાખની લોન ભરપાઈ કરવા આમ કર્યું હોવાનું કબુલ્યું હતું. જોકે, તેણે પૈસા આપી દેવાની ખાતરી આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
ચિરાગ ગજેરાએ અગાઉનો હિસાબ ચેક કરતા અનિરુદ્ધે છેલ્લા 15 દિવસમાં ફિલરો પાસેથી મેનેજરના નામે બીજા 3.09 લાખ પણ ઉઘરાવ્યા હતા. તે રકમ પણ લોન ભરપાઈ કરવા માટે લીધી હોવાની કબૂલાત કરનાર અનિરુદ્ધની કરતૂત અંગે ચિરાગ ગજેરાએ પંપના માલિક ચિરાગ પટેલને જાણ કરતા તેમણે ગતરોજ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવવાની સાથે અનિરુદ્ધને પણ પકડીને પોલીસને સોંપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments