માતાજીના આરાધનના પર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં આવેલી ત્રણેય શક્તિપીઠ પર દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. ત્યારે આજે પ્રથમ નોરતે પાવાગઢ, અંબાજી અને ચોટીલાનાં મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં એક નોરતું ઓછું હોવાથી નવરાત્રિ 30 માર્ચથી 6 એપ્રિલ સુધીની રહેશે. આ વર્ષે પાવાગઢમાં 10 લાખ, અંબાજીમાં 3 લાખ અને ચોટીલામાં અઢી લાખ ભક્તો દર્શનાર્થે ઊમટવાની શક્યતા છે. એને લઇ યાત્રાળુઓની સગવડતા અને ભક્તોની સુવિધા માટે મંદિરનાં દર્શન અને આરતીના સમયમાં ફેરફારો કરવામાં આવ્યા છે, જે નીચે પ્રમાણે છેઃ આ પણ વાંચોઃ આજથી ચૈત્રી નવરાત્રિનો મંગળ પ્રારંભ:આ વર્ષે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે, જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત અને પૂજાવિધિ