back to top
Homeગુજરાતનિકોલ-વસ્ત્રાલમાંથી 266 કિલો બનાવટી પનીર પણ જપ્ત:રેસ્ટોરાંને સપ્લાય કરાતું 1300 કિલો નકલી...

નિકોલ-વસ્ત્રાલમાંથી 266 કિલો બનાવટી પનીર પણ જપ્ત:રેસ્ટોરાંને સપ્લાય કરાતું 1300 કિલો નકલી ઘી નરોડાથી પકડાયું

શહેરમાં નકલી ઘી અને નકલી પનીર બનાવતી ફેક્ટરીઓનો રાફડો ફાટ્યો હોય એમ લાગે છે. નરોડા પરના નાના ચિલોડા વિસ્તારમાંથી મ્યુનિ.ના ફૂડ વિભાગે શિ‌વશંભુ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરી પર દરોડો પાડી 1300 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. આ નકલી ઘી અમદાવાદની વિવિધ હોટેલ, રેસ્ટોરાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું. 50 ટકા અસલી ઘીમાં 50 ટકા મિલ્ક પાવડર, વનસ્પતિ તેલ અને પામોલિન તેલ ભેળવવામાં આવતું હતું. ફૂડ વિભાગની ટીમે બોડીવોર્ન કેમેરા સાથે રેડ પાડી બનાવટી ઘી પકડી પાડ્યું હતું. આ ઉપરાંત નિકોલ ગામ રોડ પર આવેલી સતનામ ડેરી પ્રોડક્ટમાંથી 144 કિલો જ્યારે વસ્ત્રાલ શક્તિધારા સોસાયટી પાસેથી પનીરના એક ગોડાઉનમાંથી 110 કિલો નકલી પનીર જપ્ત કર્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીએ કહ્યું કે, શહેરમાં બનતા નકલી ઘી અને પનીર સામે ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. રેડમાં પોલીસની પણ મદદ લેવામાં આવે છે. ફૂડ વિભાગને બાતમી મળી હતી કે, નાના ચિલોડા ખાતેની ફેક્ટરીમાં બનાવટી ઘી તૈયાર કરવામાં આવે છે. છેલ્લા બે મહિનાથી ફૂડ વિભાગની ટીમો નાની-મોટી રેસ્ટોરાંમાં આવતાં ઘી અને પનીરના જથ્થા પર નજર રાખી રહી હતી. જે જગ્યાએથી આ પનીરનો સપ્લાય થતો હતો ત્યાંથી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પાકી માહિતીને આધારે નરોડા રોડ, વસ્ત્રાલ તેમજ નિકોલ ગામ રોડ પર રેડ પાડી હાનિકારક નકલી ઘી અને નકલી પનીરનો જથ્થો જપ્ત કરાયો હતો. નકલી ઘીની હેલ્થ પર આ અસર થાય છે પાચનમાં અવરોધ : અપચો, પેટમાં દુ:ખાવો, ઉબકા કે ઓડકાર આવે, ઝાડા-ઊલટી કે ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. બે સ્થળેથી 144 કિલો, 119 કિલો પનીર પકડાયું { શિવશંભુ ડેરી પ્રોડક્ટ, નાના ચિલોડા 1300 કિલો ઘી { સતનામ ડેરી પ્રોડક્ટ, નિકોલ ગામ રોડ 144 કિલો પનીર { પનીરનું ગોડાઉન, શક્તિધારા સોસા., વસ્ત્રાલ 119 કિલો પનીર જાન્યુઆરીમાંથી જ ભેળસેળનો ખેલ શરૂ થયો નકલી ઘી બનાવતી શિવશંભુ ડેરીના માલિક રાજેશ ગુરબાનીએ ડિસેમ્બરમાં જીએસટી લાઈસન્સ લીધું હતું અને જાન્યુઆરીમાં ઉત્પાદન શરૂ કર્યું હતું. નકલી ઘી ખાસ કરીને હાઈવે પર આવેલી હોટેલો સહિત ગ્રામીણ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું. છેલ્લા એક સપ્તાહમાં મ્યુનિ.એ દૂધ અને દૂધની બનાવટ સહિતના 209 નમૂના લઈ તેની ગુણવત્તાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. શિવશંભુ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં 50 ટકા અસલી ઘીમાં 50 ટકા પામઓઈલ, વનસ્પતિ તેલ અને દૂધનો પાઉડર મિલાવાતો હતો. મિશ્રણને મિક્સ કરી 500 કિલોમાંથી 1 હજાર કિલો જથ્થો તૈયાર કરાતો હતો. એ પછી તેને ગરમ કરી એકરૂપ બનાવાતું અને ડબા તેમજ બેગોમાં ભરી નાની-મોટી રેસ્ટોરાં, હોટેલોને સપ્લાય કરાતું હતું. ચામડી પર કરચલીઓ : બનાવટી ઘીના લાંબો સમય ઉપયોગથી ચામડી પર કરચલીઓ અને કાળા ધબ્બા પડે છે. આ ઘીમાં રહેલા કેમિકલ કુદરતી હાઈડ્રેશનને અવરોધ છે. પાચનમાં અવરોધ : અપચો, પેટમાં દુ:ખાવો, ઉબકા કે ઓડકાર આવે, ઝાડા-ઊલટી કે ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. લીવરને નુકસાન : નકલી ઘીમાં વપરાતા હાનિકારક કલર, મટનટેલોથી લીવરમાં ઝેરી તત્ત્વો જમા થાય છે. સ્વાદુપિંડ પર અસર થતાં ડાયાબિટીસનું જોખમ વધે છે. પામઓઈલ, વનસ્પતિ તેલની ભેળસેળ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments