લવકુશ મિશ્રા 508 કિમી લાંબો અમદાવાદ-મુંબઈ હાઇ સ્પીડ બુલેટ ટ્રેન કોરિડોર ઝડપથી આકાર લઈ રહ્યો છે. આ રૂટની એકમાત્ર પર્વતીય ટનલ ઉમરગામમાં બનાવવામાં આવી છે. આ સિંગલ ટનલ 350 મીટર લાંબી છે, જે ન્યૂ ઑસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિથી બની છે. આ ટેકનિકથી શોટક્રીટ, સ્ટીલ, જાળીદાર ગર્ડર, વાયર મેશનું આંતરિક સ્તર બનાવાય છે. માટીને સ્થિર કરવા રોક બોલ્ટ લગાવાયા પછી વિસ્ફોટ કરીને ખોદકામ કરવામાં આવે છે. { કુલ લંબાઈ 350 મીટર
{ પહોળાઈ 12.6 મીટર
{ ઊંચાઈ -10.25 મીટર
{ ઘોડાની નાળના આકારની ડબલ લેન ટનલ અત્યાધુનિક ઇલેક્ટ્રો-મિકેનિકલ સિસ્ટમ્સથી સજ્જ છે જેમાં સેમી ટ્રાન્સવર્સ વેન્ટિલેશન પ્રોજેક્ટમાં અત્યાર સુધી થયેલી કામગીરી 260 કિમીથી વધુ વાયડક્ટ્સ
અને 360 કિમીના થાંભલાના કામો પૂર્ણ થઈ ગયા છે. 95 કિમીથી વધુ લાંબા આરસી ટ્રેક બેડ અને વાયડક્ટ પર રેલનું વેલ્ડિંગ શરૂ થઈ ગયું છે. 100 100 કિમીથી વધુ લાંબા વાયડક્ટ્સ પર ગુજરાતમાં અવાજ અવરોધ મૂકાયા. 08 8 બુલેટ ટ્રેન સ્ટેશનોમાંથી ગુજરાતના 6 પર માળખાકીય કાર્ય પૂર્ણ થઈ ગયું છે. રોક બોલ્ટ વર્ક… આ ટનલમાં રોક બોલ્ટ મૂકાયા છે, જે ખડક ખોદકામને સ્થિર કરવા લાંબો એન્કર બોલ્ટ છે, જેનો ઉપયોગ ટનલ કે ખડક કાપવામાં થાય છે, જેનો સૌપ્રથમ ઉપયોગ 1890માં ખાણમાં થયો હતો.