કોર્પોરેશન પાણી, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર જેવી ભૂગર્ભ લાઈનનું જિયોગ્રાફિકલ ઈન્ફર્મેશન સિસ્ટમ (જીઆઈએસ)થી મેપિંગ કરાવશે. આ ઉપરાંત 1500 મીટરની ઊંચાઈએથી પ્લેન મારફતે શહેરની 25 લાખ મિલકતોનો સરવે થશે. એકવાર સરવે થયા પછી દર 6 મહિને સેટેલાઈટથી નજર રખાશે અને ગેરકાયદે બાંધકામ હશે તો સંબંધિત વિભાગને જાણ કરી તોડી પાડવા સહિતના પગલાં લેવાશે. સમગ્ર પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેન્કને પ્રેઝન્ટેશન મોકલાયું છે. મંજૂરી પછી ટેન્ડર બહાર પડાશે. આ પ્રોજેક્ટ પાછળ 180 કરોડના ખર્ચનો અંદાજ છે. વર્લ્ડ બેન્કની ગ્રાન્ટ માટેની શરત મુજબ મ્યુનિ. જીઆઈએસ સેલની રચના કરી રહી છે. આ માટે રોડ, પાણી, ડ્રેનેજલાઈનનું જિયો મેપિંગ જરૂરી છે. શહેરમાં પાણી અને ડ્રેનેજની લાઈનો 40થી 50 વર્ષ જૂની છે તેથી કઈ લાઈન કેટલે ઊંડે છે તેની ચોક્કસ જાણકારી નથી. બ્રિજ કે કોઈ મેગા પ્રોજેક્ટ હાથ ધરાય ત્યારે માહિતીના અભાવે આ લાઈનોમાં ભંગાણ પડે છે અને પ્રોજેક્ટનો સમય-ખર્ચ વધી જાય છે. આ પ્રશ્ન ઉકેલવા માટે ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડારથી સરવે થશે. તેનાથી અંડરગ્રાઉન્ડ યૂટીલિટીનો ડેટાબેઝ બનશે અને વિકાસ કામોમાં વિલંબ નહીં થાય. GIS મેપિંગથી અંડરગ્રાઉન્ડ યુટિલિટીનો ડેટાબેઝ બનશે, આડેધડ ખોદકામ બંધ થશે હાલ કોર્પરેશન પાસે 40-50 વર્ષ જૂની લાઈનો કેટલે ઊંડે આવેલી છે તેની કોઈ ચોક્કસ જાણકારી નથી. આ કારણે એવું થાય છે કે, બ્રિજ અથવા કોઈ મોટો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે ત્યારે આડેધડ ખોદકામ થાય છે. જેને લીધે પાણી અને ગટરલાઈનોમાં ભંગાણ પડતા હોય છે. આને કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે અને મૂળ પ્રોજેક્ટના અમલમાં પણ વિલંબ થાય છે. જીઆઈએસ મેપિંગને કારણે પાણી, ગટર કે સ્ટોર્મ વોટરલાઈન જમીનમાં ક્યા અને કેટલે ઊંડે આવેલી છે તેની ચોક્કસ જાણકારી મળશે. આ ડેટાબેઝ બની ગયા પછી મેગા પ્રોજેક્ટ હાથ ધરતી વખતે ખોદકામ કરવામાં કોઈ અવરોધ ઊભો થશે નહીં અને લાઈનો તૂટવાનું કે ભંગાણ પડવાનું દૂર થઈ જશે. જીઆઈએસ મેપિંગને કારણે મોટા પ્રોજેક્ટના ખર્ચમાં પણ ઘટાડો થશે. તમામ લાઈનો લીક થવાની બંધ થતાં પરેશાની પણ દૂર કરી શકાશે. આ ઉપરાંત જરૂર મુજબ જ ખોદકામ થવાને કારણે રોડ પર છાશવારે ભૂવા પડવાની સમસ્યામાં પણ ઘટાડો જોવા મળશે. સરવેમાં આ બાબતો હશે { મિલકતની માહિતી{ટેક્સની આઈડી { માલિકનું નામ {સંપૂર્ણ એડ્રેસ {મિલકતની ઊંચાઈ {કેટલા માળ છે {મિલકતનો પ્રકાર {મિલકતની વય GIS મેપિંગથી બ્રિજ જેવા મેગા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરી શકાશે અને રોડ પર ભૂવા પણ ઓછા પડશે ઝોનવાર રહેણાક અને કોમર્શિયલ મિલકતો ઝોન રહેણાક કોમર્શિયલ પૂર્વ 3,41,358 1,11,535 પશ્ચિમ 3,38,656 1,00,783 દક્ષિણ 2,80,743 74,269 ઉત્તર 2,65,385 79,741 ઉ.પશ્ચિમ 2,55,084 71,884 મધ્ય 1,79,313 1,28,874 દ.પશ્ચિમ 1,69,464 49,352 કુલ 18,30,003 6,16,438