back to top
Homeમનોરંજનમોહનલાલની ફિલ્મ 'L2:એંપુરાન'નાં17 દૃશ્યો બદલાશે:2002ના ગુજરાત રમખાણો દર્શાવાયાં હતા; RSSએ ફિલ્મને હિંદુવિરોધી...

મોહનલાલની ફિલ્મ ‘L2:એંપુરાન’નાં17 દૃશ્યો બદલાશે:2002ના ગુજરાત રમખાણો દર્શાવાયાં હતા; RSSએ ફિલ્મને હિંદુવિરોધી ગણાવીને વિરોધ કર્યો હતો

મોહનલાલ અને પૃથ્વીરાજ સુકુમારન અભિનિત ફિલ્મ ‘L2: એમ્પુરાન’ 27 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારથી જ વિવાદમાં છે. આ ફિલ્મ 2002ના ગુજરાત રમખાણોને દર્શાવે છે, ત્યારબાદ RSS એ ફિલ્મને હિન્દુ વિરોધી ગણાવીને તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. વિવાદો વચ્ચે, સેન્સર બોર્ડે હવે ફિલ્મના 17 દૃશ્યોમાં ફેરફાર સૂચવ્યા છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, વિવાદ વધ્યા બાદ કેરળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મ ફરીથી જોવામાં આવી છે. બોર્ડે ગુજરાત રમખાણો અને મહિલાઓ પરના અત્યાચારોના ચિત્રણને લગતાં 17 દૃશ્યોમાં ફેરફારની માગ કરી છે. આ મુખ્ય ભાગોમાં ફેરફારો થશે ફિલ્મના પ્રોડ્યુસર ગોકુલમ ગોપાલમ અને દિગ્દર્શક પૃથ્વીરાજ સુકુમારન દ્વારા બોર્ડના સૂચનનો સ્વીકાર કરવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે જો ફિલ્મથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો તેમને તેમાં કોઈ ફેરફાર કરવામાં કોઈ વાંધો નથી. બોર્ડની સૂચના મુજબ, આ ફેરફારો સોમવાર સુધીમાં પૂર્ણ થશે, ત્યારબાદ તેની તપાસ કરવામાં આવશે. સુધારા સાથેની ફિલ્મ બુધવાર સુધીમાં રિલીઝ થશે. આ ફિલ્મ માટે મોહનલાલની ભારે ટીકા થઈ હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા મોહનલાલની ભારે ટીકા થઈ રહી છે. આરોપ એ છે કે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો હોવા છતાં, તેમણે એક એવી ફિલ્મમાં કામ કર્યું હતું જેમાં હિન્દુ વિરોધી રાજકીય એજન્ડા છે. RSSનો એવો પણ આરોપ છે કે ફિલ્મમાં ગુજરાત રમખાણોની એકતરફી વાર્તા બતાવવામાં આવી છે, જેનાથી પાર્ટીની છબી ખરડાઈ છે. ફિલ્મનું કલેક્શન માત્ર 3 દિવસમાં 100 કરોડને પાર કરી ગયું ફિલ્મ ‘L2: એમ્પુર’ને વિશ્વભરમાં ₹67.50 કરોડની ઓપનિંગ કરી હતી. આ ફિલ્મે ત્રણ દિવસમાં વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે ભારતમાં તેણે 46 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સપ્તાહના અંતે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments