back to top
Homeબિઝનેસયોગ્ય રીતે પહેરેલું હેલ્મેટ યમરાજાથી બચાવશે:દેશમાં દર વર્ષે ટુ-વ્હીલરના અકસ્માતોમાં 69 હજારથી...

યોગ્ય રીતે પહેરેલું હેલ્મેટ યમરાજાથી બચાવશે:દેશમાં દર વર્ષે ટુ-વ્હીલરના અકસ્માતોમાં 69 હજારથી વધુના મોત, ISI પ્રમાણિત 2 હેલ્મેટ આપવા કંપનીઓને સૂચના

દેશમાં વેચાતા દરેક ટુ-વ્હીલર સાથે હવે કંપનીઓએ ISI-પ્રમાણિત 2 હેલ્મેટ આપવાના રહેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ નવી દિલ્હીમાં આયોજિત એક ઓટો સમિટમાં આ અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, લોકોની સુરક્ષા માટે આ જરૂરી છે. ટુ-વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (THMA) દ્વારા આને સમર્થન આપવામાં આવ્યું છે. THMA ઘણા સમયથી આ માંગણી કરી રહ્યું છે. દેશમાં અકસ્માતથી દર વર્ષે 1.88 લાખ લોકોના મોત ભારતમાં દર વર્ષે 4,80,000થી વધુ માર્ગ અકસ્માતો થાય છે અને તેમાં લગભગ 1,88,000થી વધુ લોકોના મોત થાય છે. આમાંથી, 66% મૃતકો 18 થી 45 વર્ષની વયના હોય છે. ખાસ કરીને, ટુ-વ્હીલર અકસ્માતોમાં દર વર્ષે 69,000થી વધુ લોકો મૃત્યુ પામે છે, જેમાંથી 50% મોત હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે. ઉપરોક્ત ફેક્ટ્સ પરથી ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેટલું જરુરી છે તેનો અંદાજો લગાવી શકાય છે. આપણે આગળ જાણીશું કે હેલ્મેટ પહેર્યા વિના કેમ ટુ-વ્હીલર ન ચલાવવું જોઈએ? તેમજ અકસ્માતથી બચવા માટે કયા પ્રકારનું હેલ્મેટ શ્રેષ્ઠ રહેશે? પ્રશ્ન: હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવવાથી શું થશે? જવાબ: આમાં બે બાબતો છે – પહેલી અકસ્માત અને બીજો દંડ. પહેલી વાત, કેટલાય લોકો વાહન ચલાવતી વખતે પોતાના બદલે બાઈક, સ્કૂટીને હેલ્મેટ પહેરાવી દે છે, તો કેટલાક લોકો હેલ્મેટને ડેકીમાં જ રાખે છે. વિચારવાની વાત છે કે, વાહનને હેલ્મેટ કેમ પહેરાવવું? વાહનોને તો કંપનીએ લોખંડથી બનાવ્યા છે. જ્યારે મગજમાં 10 લાખ ન્યૂરોન હોય છે, જેમને સુરક્ષાની જરુર છે. તો સાહેબ, હેલ્મેટની જરુર બાઈક કે હેન્ડલને નહીં પરંતુ તમારા માથાને છે. બીજી વાત, જો તમે હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવો છો, તો ટ્રાફિક પોલીસ તમને રોકી શકે છે અને તમારું સ્કૂટર કે બાઈક બાજુમાં પાર્ક કરવાનું કહી શકે છે. જો તમે ભાગવાનો પ્રયાસ કરશો, તો તે તમારા માટે ખતરનાક બની શકે છે અને તમારે ઘણી વધુ સજા ભોગવવી પડી શકે છે. આ પછી તમારે ટ્રાફિક પોલીસને ડોક્યૂમેન્ટ્સ બતાવવા પડશે. ચલાણ ભરવું પડશે. તમારા ખિસ્સા ખાલી થઈ જશે અને શરમનો સામનો કરવો પડશે એ અલગ. પ્રશ્ન: હેલ્મેટ પહેરવું શા માટે જરૂરી છે? ઘણી વખત આપણે શરીરની સુરક્ષા માટે નહીં પણ ચલાણથી બચવા માટે હેલ્મેટ ખરીદી લઈએ છીએ. તો ઘણી વખત લોકો છેતરપિંડીનો પણ ભોગ બને છે. હેલ્મેટ ખરીદતી વખતે પૂરી જાણકારી ન હોવાના કારણે હળવું અને લોકલ ક્વોલિટીનું હેલ્મેટ ખરીદી લઈએ છીએ, જે એક જ વખત પડવાથી આપમેળે તૂટી જાય છે. તો તે કેવી રીતે તમને અકસ્માતમાં બચાવશે. તેથી હેલ્મેટ ખરીદતી વખતે કેટલીક જરુરી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. કેવું હેલમેટ પહેરવું? સંદર્ભઃ મોટર વાહન અધિનિયમ- 1988 પ્રશ્ન: સલામતીની દૃષ્ટિએ હેલ્મેટ કેવું હોવું જોઈએ? જવાબ: ઓરિજિનલ હેલ્મેટનો ઉપયોગ કરો. દરેક વ્યક્તિના માથાનો આકાર અને કદ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે હેલ્મેટ ગોળ, અંડાકાર, લાંબા અંડાકાર આકારમાં આવે છે. તેવામાં હેલ્મેટ ખરીદતી વખતે, તમારા માથાના કદ અને આકારને ધ્યાનમાં રાખો. તે તમારા માથામાં પણ સંપૂર્ણ રીતે ફિટ થવું જોઈએ. ક્યારેક તે ઢીલું હોય, ત્યારે અકસ્માતની સ્થિતિમાં તે માથામાંથી બહાર નીકળી જાય છે. જો તે ખૂબ ટાઈટ હોય તો બાઈક ચલાવવામાં સમસ્યા આવી શકે છે. હેલ્મેટમાં યોગ્ય વેન્ટિલેશન પણ હોવું જોઈએ. જેથી ભારે ટ્રાફિકમાં ફસાઈ જવા પર શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) અનુસાર, હેલ્મેટ વિશે ઘણી બધી બાબતો કહેવામાં આવી છે… ભારતમાં માર્ગ અકસ્માતો અટકાવવા માટે હેલ્મેટ સંબંધિત કેટલાક નિયમો પણ છે- પ્રશ્ન: ભારતમાં અડધું હેલ્મેટ પહેરવા અંગે શું કાયદો છે? જવાબ: મોટર વાહન અધિનિયમ મુજબ અડધું હેલ્મેટ પહેરવું ગુનો છે. આનાથી માથાને સંપૂર્ણ સુરક્ષા મળતી નથી. પ્રશ્ન: શું ટુ-વ્હીલર પર પાછળ બેઠેલી વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું જોઈએ? જવાબ: હા, બિલકુલ. જો કોઈ અકસ્માત થાય તો બંનેને ઈજા થઈ શકે છે. તેનાથી બચવા માટે બંનેએ હેલ્મેટ પહેરવું જ જોઇએ. પ્રશ્ન: હેલ્મેટ પહેરવાની સાચી રીત કઈ છે? જવાબ: જો તમે ટુ-વ્હીલર ચલાવો છો અથવા કોઈની પાછળ બેસો છો, તો તમારા માટે હેલ્મેટ પહેરવાની સાચી રીત જાણવી મહત્વપૂર્ણ છે. લોકો જાણીજોઈને કે અજાણતાં ખોટી રીતે હેલ્મેટ પહેરે છે. જેના કારણે ઘણી વખત અકસ્માતો થાય છે. નોંધ: જો પડી જવાથી કે અકસ્માતથી હેલ્મેટ ખરાબ થઈ જાય, તો તૂટેલું હેલ્મેટ પહેરશો નહીં. તેને દૂર કરી દો અને નવું ઓરિજિનલ હેલ્મેટ ખરીદો. પ્રશ્ન: કયા પ્રકારનું હેલ્મેટ પહેરવું યોગ્ય માનવામાં આવે છે? જવાબ: દરેક બાઈક માટે એક પ્રકારનું હેલ્મેટ યોગ્ય નથી. બાઈકના પ્રકાર અનુસાર હેલ્મેટ પસંદ કરવું જોઈએ. જેમ-

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments