શહેરમાં ગ્રીન કવર વધારવા માટે મ્યુનિ. સતત પ્રયાસો કરી રહ્યું છે. આ માટે વિવિધ વિસ્તારોમાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવી રહ્યા છે. હવે મ્યુનિ.ના ગાર્ડન વિભાગે ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં ટીપી 28માં સોલા ગાર્ડન પ્લોટમાં પીપીપી ધોરણે ઓક્સિજન પાર્ક તૈયાર કર્યો છે. અહીં 55 વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી ઉછેરાઈ રહ્યા છે. આ પાર્કમાં રમત ગમત-યોગ માટે અલગ વ્યવસ્થા કરાઈ છે. તેમજ વોકિંગ ટ્રેક, વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવેલા બાંકડા, સોલાર પેનલ લગાવાઈ છે, ટૂંક સમયમાં આ પાર્ક લોકો માટે ખુલ્લો મુકાશે. ફોટો : ધવલ ભરવાડ 55 હજાર
વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી રોપવામાં આવ્યા છે. 45 હજાર
ફૂલોના છોડ પણ શોભા વધારી રહ્યા છે.