‘ચલ મેરે ભાઈ’ અને ‘સાજન’ જેવી ફિલ્મોમાં સાથે જોવા મળેલા સલમાન ખાન અને સંજય દત્ત ફરી એકવાર સાથે ફિલ્મ કરી રહ્યા છે. તાજેતરમાં સલમાન ખાને ‘સિકંદર’ની પ્રેસ મીટમાં આ વિશે વાત કરી હતી. હવે સંજય દત્તે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તે કહે છે કે તે તેના નાના ભાઈ સલમાન સાથે કામ કરીને ખૂબ જ ખુશ છે. જોકે, જો એક્ટરનું માનીએ તો, આગામી ફિલ્મમાં બંને વચ્ચે દુશ્મનાવટ જોવા મળશે. તાજેતરમાં, સંજય દત્તની આગામી ફિલ્મ ‘ધ ભૂતની’ની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાઈ હતી. આ દરમિયાન સંજય દત્તને પૂછવામાં આવ્યું કે શું તે ખરેખર સલમાન સાથે કામ કરી રહ્યો છે. આના પર સંજય દત્તે કહ્યું, હા, અમે ચોક્કસ કરી રહ્યા છીએ, અમે બે ભાઈઓ સાથે મળીને… તમે ‘સાજન’ જોઈ છે, તમે ‘ચલ મેરે ભાઈ’ જોઈ છે. હવે અમારા બંને વચ્ચે તણાવ જુઓ. આ એક એક્શન ફિલ્મ છે અને હું ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું કે હું 25 વર્ષ પછી મારા નાના ભાઈ સાથે કામ કરીશ.’ સંજય દત્તે કહ્યું- સિકંદર સુપરહિટ થશે સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ વિશે વાત કરતાં સંજય દત્તે કહ્યું, તે (સલમાન) મારો નાનો ભાઈ છે. હું તેના માટે ખૂબ પ્રાર્થના કરું છું, ભગવાને તેને ઘણું બધું આપ્યું છે. આ ફિલ્મ(સિકંદર) સુપરહિટ થશે. નોંધનીય છે કે, સલમાન ખાને થોડા સમય પહેલા સિકંદરની પ્રેસ મીટમાં સંજય સાથે ફિલ્મ કરવાની વાત પણ કરી હતી. તેણે કહ્યું હતું કે આ અપકમિંગ ફિલ્મ નેક્સ્ટ લેવલની હશે, જેમાં ઘણી બધી એક્શન જોવા મળશે. સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ ૩૧ માર્ચે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરુગદોસ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે સંજય દત્ત ટૂંક સમયમાં ફિલ્મ ‘ધ ભૂતની’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે મૌની રોય મહત્ત્વની ભૂમિકામાં છે. સંજય અને સલમાન બે ફિલ્મોમાં દેખાયા, બંને સુપરહિટ રહી. સંજય દત્ત અને સલમાન ખાન પહેલી વાર ૧૯૯૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સાજન’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં હતી. તે ખૂબ જ હિટ રહી, જેના ગીતો પણ ચાર્ટબસ્ટર રહ્યા. 9 વર્ષ પછી, વર્ષ 2000 માં આ જોડી ‘ચલ મેરે ભાઈ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં કરિશ્મા કપૂર મેઇન એક્ટ્રેસ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન ડેવિડ ધવન અને દીપક શિવદાસાનીએ સંયુક્ત રીતે કર્યું હતું.