ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અને રિલાયન્સના બોર્ડ ઓફ ડાયરેક્ટર અનંત અંબાણી પદયાત્રા કરીને દ્વારકા જઈ રહ્યા છે. તેમણે ગુરુવારે મધરાત્રીના મોટી ખાવડીથી પદયાત્રા શરૂ કરી છે. રોજ 10 કિમી ચાલતા તેઓની પદયાત્રા ખંભાળિયા પાસે પહોંચી છે. અંદાજીત 100 કિમીની પદયાત્રા કરી સંભવત: 8 એપ્રિલે દ્વારકા પહોંચી દર્શન કરશે. ત્યાર બાદ પોતાનો જન્મદિવસ મનાવશે. અનંત અંબાણીની પદયાત્રા વાહનોનો કાફલા અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અનંત અંબાણીની ગુરુવારથી શરૂ થયેલી પદયાત્રા હાલ ખંભાળિયા પહોંચી છે. 8 એપ્રિલે દ્વારકા પહોંચી દર્શન કરશે અને ત્યાર બાદ 10 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવશે.