દેશભરમાં ગુજરાત કાર મેન્યુફેક્ચરિંગ તેમજ ઓટો પાર્ટ્સમાં હબ રહ્યું છે. માત્ર મેન્યુફેક્ચરિંગમાં જ નહિં પ્રીમિયમ કારના વેચાણમાં પણ કંપનીઓ માટે ગુજરાત મહત્વનું માર્કેટ બની ચૂક્યું છે. 1 કરોડથી વધુ કિંમતની કારના વેચાણમાં દિલ્હી, મુંબઈ પછી અમદાવાદ ત્રીજા ક્રમે છે. વોલ્વો, ઓડી, બીએમડબલ્યુ, ટોયોટા, મર્સિડીઝ, પોર્શે, રેન્જ રોવર તથા બીવાયડી જેવી પ્રીમિયમ સેગમેન્ટની કંપનીઓ નવા મોડલ લોન્ચિંગમાં દિલ્હી બાદ અમદાવાદને પ્રાધાન્ય આપી રહ્યાં છે. ગુજરાતમાં ટોચના ચાર શહેરો ઉપરાંત ટીયર 2-3માંથી મોટા પાયે ડિમાન્ડ આવી રહી છે. પ્રીમિયમ કારનું ગુજરાતમાં રૂ.2500 કરોડથી વધુનું માર્કેટ રહ્યું છે. ગુજરાતમાં એક કરોડથી વધુ વેચાતી કારમાં વાર્ષિક ધોરણે 20-25 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો હોવાનું ટોચની કંપનીઓએ જણાવ્યું હતું. પ્રીમિયમ કારની માગ મેટ્રો શહેરો ઉપરાંત ટીયર 2-3માંથી ઝડપી વધી રહી છે. જેની પાછળનું મુખ્ય કારણ આ સેગમેન્ટમાં લોકોની આવકમાં વૃદ્ધિ થવા સાથે ખર્ચની ક્ષમતામાં વધારો જોવા મળી રહ્યો છે. પ્રીમિયમ કારના વેચાણમાં કુલ પોર્ટફોલિયોમાં ઇવીનો 20-25 ટકા જ્યારે 75 ટકા પેટ્રોલ કારનો હિસ્સો રહ્યો છે. ફાઇનાન્સિયલ હબમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા ક્રમે છે. મેન્યુફેક્ચરિંગ, એગ્રીકલ્ચર તથા આયાત-નિકાસમાં ગુજરાત મહત્વના સ્થાને છે જેથી ઉદ્યોગકારો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની માગ વધી રહી છે. આ વર્ષે 5 કરોડ સુધીની 350 કાર વેચાઈ શકે વર્ષ 2022 2023 2024 2025 વેચાણ 129 203 263 350* 90 ટકા સુધી ફાઈનાન્સ મળતું હોવાથી વેચાણ વધ્યું અમદાવાદમાં એક કરોડથી વધુની કાર વેચાણનો ગ્રોથ વાર્ષિક ધોરણે 20 ટકાથી વધુ રહ્યો છે. કોવિડ બાદ કારમાં બેઝિક અને મિડ સેગમેન્ટની તુલનાએ પ્રીમિયમ કારના વેચાણમાં બમણાથી વધુ વૃદ્ધિ નોંધાઇ છે. ગુજરાતમાં ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રહી છે જે ગ્રાહકોની ખરીદ શક્તિને વેગ આપી રહી છે. પ્રીમિયમ કારના વેચાણ વધવાનું અન્ય કારણ સરળ અને 90 ટકા સુધી ધિરાણ ઉપલબ્ધ છે. – આશિષ પરમાર, આસિસ્ટન્ટ આરટીઓ, અમદાવાદ વર્ષે 20થી 25 ટકાના વેચાણ ગ્રોથનો અંદાજ છે દેશમાં ગુજરાત સૌથી મહત્વનું માર્કેટ છે. ગુજરાતમાં 2025માં સરેરાશ 250 કારના વેચાણનો અંદાજ મુક્યો છે જે 2024માં 230 કારનું વેચાણ થયું હતું. ગુજરાતમાં ટીયર 2-3માંથી મોટાપાયે માગ આવી રહી છે. કંપની દ્વારા રજૂ કરવામાં આવી રહેલા નવા મોડેલમાં પહેલા દિલ્હી બાદ બીજું લોન્ચિંગ ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. અમારા માટે ગુજરાત મહત્વનું માર્કેટ છે. – નિરજ વર્મા, વેસ્ટ-નોર્થ રિજનલ હેડ, વોલ્વો કાર્સ