back to top
Homeગુજરાતસ્કૂલના 550થી વધુ બાળકોને રોબોટ ભણાવે છે:રાજકોટની સ્કૂલે AI રોબોટ બનાવ્યો, દરરોજ...

સ્કૂલના 550થી વધુ બાળકોને રોબોટ ભણાવે છે:રાજકોટની સ્કૂલે AI રોબોટ બનાવ્યો, દરરોજ 1 પિરિયડ પણ લે છે

નિહિર પટેલ

રાજકોટના કુવાડવા રોડ પર આવેલી ખાનગી શાળા ન્યૂ ફ્લોરાએ AI આધારિત રોબોટની રચના કરી છે, જે વિદ્યાર્થીઓને વિવિધ વિષયોની સરળ અને રસપ્રદ રીતે શિક્ષા આપે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવેલા માણસ જેવા દેખાતા આ રોબોટ માત્ર વિદ્યાર્થીઓને ભણાવે છે તેવું નથી પણ તેમના પ્રોબ્લેમ પણ સોલ્વ કરે છે. રોબોટ ડેવલોપર્સ શાળા સંચાલકનું કહેવું છે કે, ગુજરાતનો આ પ્રથમ રોબોટ છે જે KG થી 10 ધોરણના 550થી વધારે વિદ્યાર્થીઓને અલગ-અલગ વિષય ભણાવી શકે છે. રોબોટ વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નના પણ સાચા જવાબ આપે છે. રોબોટ બનાવવા માટે કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લીધી છે. રોબો ટીચર અંગ્રેજી અને હિન્દી ભાષામાં બોલે છે અને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, જનરલ નોલેજ જેવા વિષયો ભણાવે છે. આ શાળામાં રોજ 1 પિરિયડ રોબોટ લે છે.
શહેરના કુવાડવા રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલના સંચાલકે કહ્યું કે, અમે આ રોબોટમાં ઘણા સોફ્ટવેર, હાર્ડવેર અને એઆઈ ટેક્નોલોજીની મદદ લીધી છે. શાળાના વિદ્યાર્થીઓ માટે દરરોજ એક ખાસ પિરિયડ રાખવામાં આવે છે, જ્યાં આ AI રોબોટ શિક્ષક ભણાવે છે. રોબોટનો અવાજ સ્પષ્ટ છે, તેમજ તે વિવિધ ઉદાહરણો અને પ્રસ્તુતિઓ દ્વારા વિષયને વધુ સરળ બનાવે છે. આ રોબોટ પ્રશ્નોના જવાબ આપી શકે છે અને વિદ્યાર્થીઓની શંકાઓ પણ દૂર કરી શકે છે. આ રોબોટમાં બેટરી નથી પણ તે ઈલેક્ટ્રિક કનેક્શન અને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે.
AI રોબોટ શિક્ષક દૂરના વિસ્તારોમાં શિક્ષકોની અછત માટેનો ઉકેલ બની શકે અને ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે છે. AI શિક્ષણનું વૈકલ્પિક સ્વરૂપ વિકસાવવામાં મદદ કરશે. તેનામાં નિયમિતતા હશે, આપેલી સૂચનાઓનું પાલન કરશે, પગાર વધારો કે રજાના લાભો નહિ માગે. તે દિવસ-રાત કામ કરવા તૈયાર હશે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ AI માટે પ્રથમ પડકાર શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ટેક્નોલોજીની ઉપલબ્ધતા છે. { વિદ્યાર્થીઓની કનેક્ટિવિટીમાં વધારો
{ વ્યક્તિગત-સક્રિય શિક્ષણ
{ 24 X 7 ઉપલબ્ધતા
{ માહિતી સંગ્રહ
{ કમ્પ્યૂટેશનલ થિંકિંગ
{ ઈંગ્લિશ-હિન્દીમાં શિક્ષણ
{ વૈવિધ્યપૂર્ણ શિક્ષણ પદ્ધતિઓ યુ-ટ્યૂબ પર એક વીડિયોમાં રોબોટ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવતો હતો. તે જોઈને અમને પણ આઈડિયા મળ્યો. રોબોટ બનાવવામાં અમુક ટેક્નોલોજી જાતે બનાવી છે અને અમુક બહારથી મેળવી છે. આશરે બેથી અઢી લાખનો ખર્ચ થયો છે. રોબોટ આગામી સમયમાં લિપ્સ અને હાથની મૂવમેન્ટ કરી શકે તે માટે અપગ્રેડ કરાશે. – જેવિન લક્કડ, શાળા સંચાલક રોબોટ શિક્ષક પાસેથી ભણવામાં અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. રોબોટની ભણાવવાની શૈલી ગમે છે, કારણ કે તે કવિતા ગાઈને શીખવે છે, ABCD અને વિવિધ સ્ટોરી સંભળાવે છે. – સોની દીપક, વિદ્યાર્થી મોટા બાળકોના તમામ પ્રશ્નો અને મૂંઝવણનો તે ગમે ત્યારે ઉકેલ આપે છે. ગણિતના ઘડિયા (ટેબલ્સ) હોય કે વિજ્ઞાનના પ્રયોગો, ઈંગ્લિશ ગ્રામર સરળતાથી શીખવે છે. – ટીયા ગાંધી, વિદ્યાર્થિની

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments