back to top
Homeગુજરાત12,000 માતા-દીકરીઓએ ઘુમ્મર નૃત્ય કરી રેકોર્ડ બનાવ્યો, VIDEO:રાજસ્થાનના રંગે રંગાયું સુરત, લોકોએ...

12,000 માતા-દીકરીઓએ ઘુમ્મર નૃત્ય કરી રેકોર્ડ બનાવ્યો, VIDEO:રાજસ્થાનના રંગે રંગાયું સુરત, લોકોએ વતનથી દૂર રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી

30 માર્ચે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12000 બહેનો એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 12,000 બહેનો અને માતાઓ એકસાથે રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્યની ભવ્ય રજુઆત કરી હતી, આ સમયે સર્જેલા રેકોર્ડને લઈને ગિનિસ બુકના અધિકારીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. રાજસ્થાન દિવસની યાદગાર ઉજવણી
સુરતમાં અલગ-અલગ જાતિ અને સમાજના લોકો રહે છે જેમાં રાજસ્થાન સમાજના લોકો સૌથી મોટી સંખ્યામાં રહે છે. કાપડ માર્કેટ સાથે સંકળાયેલા લોકો અહીં પોતાના વતન રાજસ્થાન દિવસની ખૂબ મોટા પાયે ઉજવણી કરે છે. અને તેમાં પણ આ વખતે તેઓ એ અનોખું આયોજન કર્યું છે. ગુજરાતનાં ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ તેનુ પારંપરિત ઘુમર નૃત્ય છે. ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં પહેલીવાર એક સાથે 12,000 બહેનો અને માતાઓ ઘુમર નૃત્ય રજુ કરીને નવો કિર્તિમાન સ્થાપ્યો છે. ઘુમ્મર નૃત્યનો જયપુરનો રેકોર્ડ સુરતમાં તૂટ્યો
આ પહેલા રાજસ્થાનના જયપુરમાં 6,000 બહેનો દ્વારા ઘુમર નૃત્યનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો, જેને સુરત શહેરે તોડી નાખ્યો છે. આ ગ્રાન્ડ ઈવેન્ટ રાજસ્થાનની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરવામાં આવી છે અને વિશ્વમાં ગુજરાતી-રાજસ્થાની એકતાનું અનોખું પ્રદર્શન કર્યું છે. રાજસ્થાનથી આ કાર્યક્રમમાં રાજસ્થાનનાં કાલબેલીયા ફોક નૃત્યનાં સ્પેશ્યાલિસ્ટ આસા સપેરા આવ્યા હતા. જેનાં ઘુમર નૃત્યનાં સ્ટેપને બહેનો અનુસર્યા હતા, સાથે બોલીવુડનાં ફોક ગાયકો પણ હાજર રહ્યા હતા. રવિવારે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે 12,000 લોકોએ એકસાથે ગંગા આરતી કરવામાં આવી હતી, જે એક નવો કીર્તિમાન બન્યો છે. બનારસનાં ગંગા ધાટથી આરતી કરાવવા ખાસ 11 પંડિતો સુરત આવ્યા હતા અને ગંગા મૈયાની આરતી કરાવી હતી.અને સાથે જ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા જળ બચાવો સંકલ્પ અભિયાન હેઠળ વિશાળ જનમેદનીને શપથ લેવડાવવામાં આવ્યા હતા, અંદાજે 2 લાખ લોકો એક સાથે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments