ચમક અને ગ્લેમર માટે જાણીતી IPL 2013માં સ્પોટ-ફિક્સિંગના આરોપોમાં ફસાઈ ગઈ હતી. પોલીસ તપાસમાં BCCIના ભૂતપૂર્વ પ્રમુખ એન શ્રીનિવાસનના જમાઈ, ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ ગુરુનાથ મયપ્પન અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા જેવા મોટા નામો પર આરોપ મૂકવામાં આવ્યા હતા. રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ એસ. શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજીત ચંદીલાની તો ધરપકડ કરવામાં આવી હતી. બંને ટીમો પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. આ હાઇપ્રોફાઇલ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટે લોઢા કમિટીની રચના કરી હતી. વર્ષ 2015માં, કમિટીની ભલામણ પર, બંને ટીમો પર 2 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. IPLના ઇતિહાસમાં આ ઘટના એક દુઃસ્વપ્ન જેવી છે. VIDEOમાં જુઓ 2 ટીમો પર 2 વર્ષના બેનની સંપૂર્ણ સ્ટોરી…