ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનનો બીજો ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) આજે રમાશે. દિવસની પહેલી મેચમાં, દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે વિશાખાપટ્ટનમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. આ સીઝનમાં દિલ્હીની આ બીજી મેચ હશે. ટીમે પહેલી મેચમાં લખનઉને હરાવ્યું હતું. જ્યારે, હૈદરાબાદ તેની ત્રીજી મેચ રમશે. ટીમે પહેલી મેચમાં રાજસ્થાનને હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં તેમને લખનઉ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમ વિશાખાપટ્ટનમમાં ત્રીજી વખત ટકરાશે. દિલ્હીએ આ પહેલા રમાયેલી બંને મેચ જીતી હતી. દિવસના બીજા મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આપણે સ્ટોરીમાં પહેલી મેચ વિશે જાણીશું… મેચ ડિટેઇલ્સ, 10મી મેચ
DC Vs SRH
તારીખ: 30 માર્ચ
સ્ટેડિયમ: ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
સમય: ટૉસ – બપોરે 3:00 વાગ્યે, મેચ શરૂ – બપોરે 3:30 વાગ્યે હેડ ટુ હેડમાં હૈદરાબાદ આગળ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPLમાં અત્યાર સુધીમાં 24 મેચ રમાઈ છે. હૈદરાબાદ 13 મેચ જીત્યું અને દિલ્હી 10 મેચ જીતી. જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નથી. દિલ્હીના આશુતોષે છેલ્લી મેચમાં અણનમ 66 રન બનાવ્યા દિલ્હી માટે, આશુતોષ શર્માએ છેલ્લી મેચમાં 66 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. ટીમ પાસે ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ અને ટ્રિસ્ટન સ્ટબ્સ જેવા સારા બેટર્સ છે. મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા અને મુકેશ કુમાર ટીમના બોલિંગ વિભાગને મજબૂત બનાવી રહ્યા છે. SRHની બેટિંગ ખૂબ જ મજબૂત બધી ટીમમાં SRHની બેટિંગ સૌથી મજબૂત છે. SRHના બેટર્સ ગયા સીઝનથી શાનદાર ફોર્મમાં છે. ટીમ પાસે ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા અને ઈશાન કિશન જેવા ખતરનાક બેટર છે, જે કોઈપણ ટીમની બોલિંગને નષ્ટ કરી શકે છે. ઈશાને આ સિઝનમાં તેની પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. ટીમમાં સિમરજીત સિંહ, હર્ષલ પટેલ અને મોહમ્મદ શમી જેવા બોલરો છે. પિચ રિપોર્ટ
વિશાખાપટ્ટનમની પિચ બેટર્સ માટે મદદરૂપ સાબિત થાય છે. વિશાખાપટ્ટનમમાં અત્યાર સુધીમાં 16 IPL મેચ રમાઈ ચૂકી છે. આમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમ 8 મેચમાં જીતી અને બીજા દાવમાં બેટિંગ કરનારી ટીમ 8 મેચમાં જીતી. અહીંનો સૌથી વધુ ટીમ સ્કોર 272/7 છે, જે કોલકાતા નાઈટ રાઈડર્સે ગયા સીઝનમાં દિલ્હી કેપિટલ્સ સામે બનાવ્યો હતો. વેધર રિપોર્ટ
રવિવારે વિશાખાપટ્ટનમમાં હવામાન ખૂબ જ ગરમ રહેશે. દિવસભર તડકો રહેશે. અહીં તાપમાન 27 થી 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. પવનની ગતિ પ્રતિ કલાક 19 કિલોમીટર રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત)
દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), જેક ફ્રેઝર-મેગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર, આશુતોષ શર્મા. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, સિમરજીત સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી, એડમ ઝામ્પા.