back to top
Homeસ્પોર્ટ્સIPLમાં બીજી મેચ RR Vs CSK:જીતનું ખાતું ખોલાવવા રાજસ્થાન મેદાને ઉતરશે; હેડ...

IPLમાં બીજી મેચ RR Vs CSK:જીતનું ખાતું ખોલાવવા રાજસ્થાન મેદાને ઉતરશે; હેડ ટુ હેડ રેકોર્ડમાં ચેન્નઈ આગળ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં આજે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાશે. દિવસની બીજી મેચમાં, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) એકબીજા સામે ટકરાશે. આ મેચ રાજસ્થાનના બીજા હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ સીઝનમાં રાજસ્થાનની આ ત્રીજી મેચ હશે. ટીમને શરૂઆતની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદ પહેલી મેચ જીતી ગયું હતું અને કોલકાતા બીજી મેચ જીતી ગયું હતું. આ ચેન્નઈની ત્રીજી મેચ પણ હશે, ટીમે એક મેચ જીતી અને એક હારી. દિવસની પહેલી મેચમાં, દિલ્હી કેપિટલ્સ (DC) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે મુકાબલો થશે. મેચ ડિટેઇલ્સ, 11મી મેચ
IPL 2025: RR Vs CSK
તારીખ: 30 માર્ચ
સ્ટેડિયમ: બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
સમય: ટૉસ – સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ – સાંજે 7:30 વાગ્યે હેડ ટુ હેડમાં બે મેચનો તફાવત IPLમાં ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચે કુલ 30 મેચ રમાઈ છે. ચેન્નઈએ 16 જ્યારે રાજસ્થાને 14 મેચ જીતી હતી. તે જ સમયે, પ્રથમ મુકાબલો બારસાપરા સ્ટેડિયમમાં થશે. ટીમ માટે જુરેલે સૌથી વધુ રન બનાવ્યા રાજસ્થાન રોયલ્સનો વિકેટકીપર-બેટર ધ્રુવ જુરેલ ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 2 મેચમાં 103 રન બનાવ્યા છે. જેમાં 1 અડધી સદીનો સમાવેશ થાય છે. ટીમ તરફથી તુષાર દેશપાંડેએ સૌથી વધુ 3 વિકેટ લીધી છે. રચિન CSKનો ટૉપ સ્કોરર ચેન્નઈનો રચિન રવીન્દ્ર ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 2 મેચમાં 106 રન બનાવ્યા છે. તેના સિવાય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ બીજા સ્થાને છે. ગાયકવાડે 2 મેચમાં 53 રન બનાવ્યા છે. જ્યારે નૂર અહેમદ ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. પિચ રિપોર્ટ
ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. અત્યાર સુધી અહીં હાઇ સ્કોરિંગ મેચ જોવા મળી છે. અત્યાર સુધીમાં અહીં 5 IPL મેચ રમાઈ ચૂકી છે. બે ઇનિંગ્સમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી ગઈ. તે જ સમયે, ચેઝ કરતી ટીમે સમાન સંખ્યામાં મેચ જીતી. એક મેચ અનિર્ણિત રહી. અહીં સૌથી વધુ ટીમ સ્કોર 199/4 છે, જે રાજસ્થાને 2023ની સીઝનમાં દિલ્હી કેપિટલ્સ સામે બનાવ્યો હતો. વેધર અપડેટ
મેચના દિવસે ગુવાહાટીમાં હવામાન ખૂબ જ ગરમ રહેશે. દિવસભર તડકો રહેશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. રવિવારે અહીં તાપમાન 17 થી 35 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
રાજસ્થાન રોયલ્સ (RR): રિયાન પરાગ (કેપ્ટન), સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, નીતિશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, મહિશ થિક્સાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા અને વાનિન્દુ હસરંગા. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, રવીન્દ્ર જાડેજા, સેમ કરન, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મથિશા પથિરાના અને ખલીલ અહેમદ,.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments