વડોદરામાં રહેતા એક વેપારીનો ચાર વર્ષનો પુત્ર ઓછું બોલતા હોવાથી વેપારીએ તેને પ્રતાપનગર રોડ પર આવેલી ન્યુ હોરીઝોન્સ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં સ્પીચ થેરાપી ઈમ્પ્રુવમેન્ટ માટે મોકલ્યું હતું. જ્યાં માસૂમ બાળક રડવા લાગતા સેન્ટરની હેડ ડો. મીરા અને તેની આસિસ્ટન્ટ પૂજાએ માસૂમ બાળક સાથે અમાનવીય વ્યવહાર કર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. માસૂમ બાળકને પ્રેમથી સમજાવવાના બદલે ખુણામાં બેસાડી ધમકાવતા હોવાનું જોવા મળી રહ્યું છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે સેન્ટરના ડો. મીરા અને પૂજા સામે ધીજુવેનાઈનલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ન્યૂ હોરીઝોન્સ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરનો બનાવ
પીડિત બાળકની માતાએ જણાવ્યું હતું કે, મારો દીકરો ન્યૂ હોરીઝોન્સ ચાઇલ્ડ ડેવલેપમેન્ટ સેન્ટરમાં મારા દીકરાને મોકલતા હતા. સોશિયલ મીડિયા પર એ લોકોની એડ આવતી હતી. જેમાં એ લોકો કહેતા હતા કે, જે બાળકોને એકસ્ટ્રા હેલ્પની જરૂરીયાત હોય એમને અમે થેરાપી આપીએ છીએ. મારો દીકરો સ્કૂલે જાય છે, બોલે છે અને બધુ જ કરે છે. પરંતુ અમને એવુ લાગ્યુ કે, તે એની ઉંમરના બાળકો સાથે દોસ્તી કરતો નથી અને વાતો કરતો નથી. તેની તેની હેલ્પ માટે અમે તેને ન્યૂ હોરીઝોન્સ ચાઇલ્ડ ડેવલેપમેન્ટ સેન્ટરમાં લાવતા હતા. અમને પેરેન્ટ્સને સેન્ટરમાં જવા દેતા નહોતા. માતાએ પૂછ્યું તો દીકરાએ કહ્યું- ‘આજે મેડમે મને માર માર્યો’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 45 મિનીટના સેશન પછી મારું બાળક બહાર આવે એટલે હું તેને પૂછતી હતી કે, આજે શું કરાવ્યું ? તો એ રોજની એક્ટિવિટી વિષે મારી સાથે વાત કરતો હતો. પરંતુ જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે મારો દીકરો સતત રડ્યા કરતો હતો અને રડતા રડતા બહાર આવ્યો હતો. આ સમયે મેં તેને પૂછ્યું કે, આજે શું કરાવ્યું ? તો મારા દીકરાએ મને કહ્યું કે, આજે મેડમ ખૂબ જ ગુસ્સામાં હતા અને મને માર્યો. જેથી મેં સેન્ટરમાં ફોન કર્યો અને અમે કહ્યું કે, અમારે આજની તારીખના સીસીટીવી જોવા છે. જેથી એ લોકોએ કહ્યું હતું કે, અમારું સીસીટીવીની લિંક મુંબઇથી આવશે અને 10 દિવસ સુધી અમને રાહ જોવડાવી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, ગુરુવારે અમે સીસીટીવી જોવા માટે ગયા હતા. આ સમયે થેરાપિસ્ટ પૂજા અને અમારુ બાળક અંદર હતું. અમે સીસીટીવી ચેક કરતા અમારું બાળક એમાં સતત રડતુ દેખાય છે. તેમ છતાં મારા બાળકને તેડીને ચૂપ કરાવ્યુ નહોતું. આ સમયે એ ઝુલા પર બેસીને ઝુલા ખાય છે. પણ મારા બાળકને ચૂપ કરાવ્યુ નહીં. મારું બાળક 8 મીનીટ સુધી રડ્યા કર્યું, જેથી સેન્ટર હેડ મીરા અંદર આવી હતી અને બોડી લેન્ગવેજ પરથી ખબર પડતી હતી કે, તે કેટલી ગુસ્સામાં હતી. આવીને એમને મારા બાળકને ઉપાડીને ખૂણામાં ફેંકી દીધુ હતું અને મારા દીકરાના પગ ઉપર બેસી ગઇ હતી અને મારા દીકરાના મોંઢા પાસે તેનું મોઢું લઇ ગઇ હતી. સેન્ટરના સંચાલક માફી માગવા પણ તૈયાર ન થયા- બાળકના માતા
તેઓએ કહ્યું હતું કે, અમને બરાબર દેખાતુ નથી કે, તેને મારા દીકરાને ઇન્જેક્શન આપ્યું કે શું કર્યું, કે મારું બાળક એક સેકન્ડમાં રડતુ બંધ થઇ ગયું હતું. મારા દીકરાના પગ ઉપર બેસી જઇને તેને મારા બાળકે દબાવ્યું હતું. અહીં લોકો પોતાના બાળકના વિકાસ માટે મોકલે છે. પરંતુ આ લોકો શું કરે છે. મીરા અંદર રૂમમાં હતી, પરંતું સીસીટીવી જોયા પછી પણ મીરા વાત માનવા તૈયાર નથી. મેં તેને કહ્યું કે, તું એકવાર સોરી કહી દે કે, મેડમ મારાથી આ થઇ ગયું, હું તને જવા દઇશ. પરંતુ તે માનવા જ તૈયાર નથી અને તે કહે કે, મેં તેને પ્રેમથી તેડ્યું નથી. એક સાડા ચાર વર્ષના બાળક સાથે આવી રીતે વર્તન કરવાનુ હોય ? 40 હજાર ફી ભર્યા બાદ પણ માસૂમ સાથે અમાનવીય વ્યવહાર
તેઓએ જણાવ્યું હતું કે, એ લોકોને સજા મળવી જ જોઇએ અને આ સેન્ટરને બંધ કરવું જોઇએ. 3 મહિનાના 40 હજાર રૂપિયા ફી ભરી હતી. અહીં ઓટીઝમ પીડિત બાળકો પણ આવે છે. અન્ય એક બાળકના વાલીએ મને કહ્યું હતું કે, તેના બાળકને મેડમે બચકું ભર્યું હતું. પણ એ પેરેન્ટ્સ અમારી જેમ એક્શન લેવા તૈયાર નથી. આ ઘટના બાદ તેમનો બાળક ડરીને ખૂણામાં જ બેસી રહ્યો હતો અને મમ્મી-પપ્પા બોલતો રહેતો હતો. આ ઉપરાંત તેમનો બાળક રૂમની અંદર પ્રવેશ કર્યો, ત્યારથી જ રડતો હતો. પરંતુ પૂજા નામની મેડમે પણ કોઈ ધ્યાન આપ્યું ન હતું અને રૂમની અંદર ઝુલા ઉપર બેસીને ઝુલા ખાઈને ફરિયાદીના દીકરા પ્રત્યે કોઈ સંવેદનશીલતા દેખાડી ન હતી. જેથી બાળકને ડરાવી અને ધમકાવી એકબીજાની મદદગારી કરી બાળકની સાથે ક્રુરતાભર્યું વર્તન કરવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ACP પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, બાળક સાથે અમાનવીય વર્તન અંગે અમે વાલીની ફરિયાદના આધારે અમે તપાસ શરૂ કરી છે. સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. આ મામલે આરોપીઓને નોટીસ આપીને વધુ તપાસ શરૂ કરી છે.