સમગ્ર વિશ્વભરમાં આજે ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ પરિવાર સાથે ઈદની ઉજવણી કરતા જોવા મળ્યા. સલમાનના ઘરની બહાર ફેન્સનું ઘોડાપૂર સર્જાયું હતું. ભાઈજાને તમામ ફેન્સને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. સલમાન ખાન દર વર્ષે ઈદના અવસર પર તેના પિતા સલીમ ખાન સાથે દેખાય છે. પરંતુ, આ વખતે તે બહેન અર્પિતાના દીકરા આહિલ અને દીકરી આયત સાથે બાલ્કનીમાં જોવા મળ્યો. આમિરે ઘરની બહાર આવી શુભેચ્છાઓ પાઠવી
જ્યારે આમિર ખાન તેના પુત્રો જુનૈદ અને આઝાદ સાથે તેમના ઘરની બહાર ઈદની શુભેચ્છાઓ પાઠવા આવ્યો હતો. આમિરની એક્સ વાઈફ કિરણ રાવ પણ તેના નાના પુત્ર આઝાદ સાથે જોવા મળી હતી. આમિરની એક્સ વાઈફ કિરણ રાવ અને નાના પુત્ર આઝાદ પટૌડી પરિવારે સાથે ઈદની ઉજવણી કરી
સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, સોહા અલી ખાન અને સબા પટૌડી સહિત પટૌડી પરિવારે સાથે ઈદની ઉજવણી કરી હતી. સોહાએ સોશિયલ મીડિયા પર ઉજવણીની તસવીર શેર કરી હતી. જ્હોન અબ્રાહમ સાગરિકા ઘાટગે અને ઝહીર ખાન સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની પહેલી ઈદ