back to top
Homeસ્પોર્ટ્સકપિલ દેવે અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું:પૂર્વ ભારતીય કેપ્ટને...

કપિલ દેવે અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું:પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું- ચેમ્પિયનશિપના ઉદઘાટનનો ભાગ બનવાનો આનંદ થયો

અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલે શનિવારે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી, જ્યાં વર્લ્ડ કપ વિનિંગ પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ ઉપસ્થિત રહ્યા અને ઇવેન્ટનું ઉદઘાટન કર્યું. અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતનું પહેલું એવું સંસ્થાન બન્યું, જેણે ISSO રીજનલ ઈવેન્ટનું આયોજન કર્યું. ગુજરાતની સાત ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાંથી U9 અને U11 કેટેગરીના 115 યુવા તરવૈયાઓએ તેમાં ભાગ લીધો. શનિવારે આયોજિત ISSO રીજનલ ઇવેન્ટમાં અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલે કુલ 106 મેડલ જીત્યા, જેમાં 19 ગોલ્ડ (વ્યક્તિગત), 36 ગોલ્ડ (રિલે), 22 સિલ્વર (વ્યક્તિગત), 8 સિલ્વર (રિલે), અને 21 બ્રોન્ઝ (વ્યક્તિગત) મેડલનો સમાવેશ થાય છે, અને કુલ 284 પોઈન્ટ સાથે ઓવરઓલ ચેમ્પિયન બની. કપિલ દેવે કહ્યું કે, ‘મારે અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલે ISSO સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપના ઉદઘાટનનો ભાગ બનવાનો આનંદ થયો. અહીંની રમતગમતની સુવિધાઓ અદ્ભુત છે અને સ્કૂલ જે રીતે શહેરમાં એક મજબૂત રમતગમત સંસ્કૃતિ વિકસાવવા માટે પ્રયત્નશીલ છે, તે જોઈને આનંદ થયો. આવા પ્રયાસો ભારતમાં ભવિષ્યના ચેમ્પિયન્સ ઊભા કરવામાં મદદરૂપ થશે.’ અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના હેડ, સર્જિયો પાવેલે જણાવ્યું, ‘કપિલ દેવ સરને અમારી સ્કૂલમાં હોસ્ટ કરવાનો મોકો મળવો એ અમારે માટે ગૌરવની બાબત છે. તેમની હાજરીમાં વિદ્યાર્થીઓ અને પેરન્ટ્સ સાથે થયેલી ભેટ અને સંવાદો અત્યંત સ્મરણિય રહ્યા. અમે તેમની આ મુલાકાત માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેમને અહીં સારો અનુભવ મળ્યો હશે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments