ડેથ ઓવરોમાં ખરાબ બેટિંગના કારણે CSKને IPLની 18મી સિઝનમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે ટીમનો 6 રનના નજીકના માર્જિનથી પરાજય થયો હતો.
વનિન્દુ હસરંગાએ 4 વિકેટ લીધી હતી. જ્યારે નીતિશ રાણાએ માત્ર 36 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી. ટોસ હાર્યા બાદ રોયલ્સ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. ચેન્નાઈએ 15 ઓવરમાં 122 રન બનાવ્યા, છેલ્લી 5 ઓવરમાં 61 રનની જરૂર હતી. આગામી 3 ઓવરમાં એમએસ ધોની
અને રવિન્દ્ર જાડેજા માત્ર 22 રન બનાવી શક્યા હતા. 12 બોલમાં 39 રનની જરૂર હતી, ટીમ માત્ર 32 રન બનાવી શકી હતી. 5 પોઈન્ટમાં મેચ એનાલિસિસ… 1. પ્લેયર ઓફ ધ મેચ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાને પ્રથમ ઓવરમાં જ એક વિકેટ ગુમાવી દીધી હતી. નીતિશ નંબર-3 પર આવ્યો, તેણે ઝડપી બેટિંગ કરી અને CSK બોલરો પર દબાણ બનાવ્યું. નીતિશે
22 બોલમાં ફિફ્ટી ફટકારી. તેણે માત્ર 36 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી. 2. જીતનો હીરો 2. ફાઇટર ઓફ ધ મેચ ચેન્નાઈ તરફથી માત્ર કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ જ ફાઈટ કરતો જોવા મળ્યો હતો. તે 3 નંબર પર બેટિંગ કરવા આવ્યો. ગાયકવાડે 44 બોલમાં 63 રન બનાવ્યા હતા. તે 16મી ઓવરમાં આઉટ થયો હતો અને ટીમ
મોટા રનચેજમાં વેરવિખેર થઈ ગઈ. 4. ધ ટર્નિંગ પોઈન્ટ ચેન્નાઈને છેલ્લા 30 બોલમાં 61 રનની જરૂર હતી. અહીં ધોની અને જાડેજા આગામી 3 ઓવરમાં માત્ર 22 રન જ બનાવી શક્યા, જેના કારણે CSK પર દબાણ વધી ગયું. ડેથ ઓવર્સમાં ધીમી બેટિંગ જ ટીમની હારનું મુખ્ય કારણ બની. ટીમને છેલ્લા 12 બોલમાં 39 રનની જરૂર હતી, પરંતુ ટીમ માત્ર 32 રન જ બનાવી શકી હતી. 5. કોણે શું કહ્યું? સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે કહ્યું પાવરપ્લેમાં રાજસ્થાને સારી બેટિંગ કરી હતી. નીતિશે સારી બેટિંગ કરી. અમારી ફિલ્ડિંગ પણ ખરાબ હતી. અમારી ફિલ્ડિંગ પણ ખરાબ હતી. હરાજીના સમયે ટીમે નક્કી કર્યું હતું કે હું નંબર 3 પર બેટિંગ કરીશ. નૂર શાનદાર બોલિંગ કરી રહ્યો છે. ખલીલ અને જદ્દુ ભાઈએ પણ સારી બોલિંગ કરી હતી. બોલિંગ વિભાગમાં તમારે મોમેંટમની જરૂર હોય છે. અમે બસ તેની રાહ જોઈ રહ્યા છીએ. રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે કહ્યું જીતીને ખુશ છું. 2 ગેમ બાદ જીત મેળવી. મને લાગ્યું કે અમે 20 રન ઓછા બનાવ્યા છે. અમે વચ્ચેની ઓવરોમાં સારી બેટિંગ કરી હતી, પરંતુ વચ્ચે વિકેટો પડી જવાને કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. અમે બોલિંગ સારી કરી હતી. અમે ફિલ્ડિંગથી 20 રન બચાવ્યા. ખેલાડીઓએ ફિલ્ડિંગ કોચ દિશાંત યાજ્ઞિક સાથે ઘણું કામ કર્યું. 4 વિકેટ લેનાર વાનિન્દુ હસરંગાએ કહ્યું હું ફક્ત બેઝિક બાબતો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અંતે હું વાઈડ લેન્થ બોલિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, અમારા બેટ્સમેનોએ સારી બેટિંગ કરી. મને ગાયકવાડની વિકેટ લેવાનું ગમ્યું, તેણે સારી બેટિંગ કરી હતી. પરાગ અને હેટમાયરે સારા કેચ ઝડપ્યા. મેં પુષ્પા ફિલ્મ ઘણી વખત જોઈ છે, તેથી જ હું વિકેટ બાદ ઉજવણી કરી રહ્યો હતો. મારો અને મહિષનો રોલ અલગ છે. અમે તેને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરીએ છીએ. Topics: