થરાદમાં પવિત્ર રમજાન માસના ત્રીસ રોજા પૂર્ણ થતાં ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી. થરાદ બસ સ્ટેશન પાસે આવેલી સુન્ની ઈદગાહમાં મોલાના યુસુફના નેતૃત્વમાં ઈદની નમાજ અદા કરવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. ઈદગાહ ખાતે થરાદ શહેરના અગ્રણી મહેમાનોએ વિશેષ હાજરી આપી હતી. તેમણે મુસ્લિમ સમાજના લોકોને હૃદયપૂર્વક ઈદની શુભેચ્છાઓ પાઠવી. નમાજ બાદ હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ઈદની ખુશીઓ વહેંચી. મોલાના યુસુફ સાહેબે નમાજ બાદ સમગ્ર દેશવાસીઓને ઈદની મુબારકબાદી પાઠવી. તેમણે દેશમાં ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે તેવી વિશેષ પ્રાર્થના કરી. આ પ્રસંગે થરાદમાં કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું.