back to top
Homeમનોરંજન'બોલિવૂડની ખરાબ આદતો સાઉથ ઈન્ડસ્ટ્રીએ સુધારી':પૂનમ ધિલ્લો​​​​​​​ને કિસ્સો શેર કરી કહ્યું- કમલ હાસને...

‘બોલિવૂડની ખરાબ આદતો સાઉથ ઈન્ડસ્ટ્રીએ સુધારી’:પૂનમ ધિલ્લો​​​​​​​ને કિસ્સો શેર કરી કહ્યું- કમલ હાસને મને શિસ્તના પાઠ ભણાવ્યા

તાજેતરમાં પૂનમ ધિલ્લોને કમલ હાસન વિશે એક કિસ્સો શેર કર્યો. એક્ટ્રેસે જણાવ્યું કે- કમલ હાસને એક વખત સેટ પર એક કલાક મોડા આવવા બદલ તેને ખૂબ ઠપકો આપ્યો હતો. પૂનમે કહ્યું કે- તે ઘણીવાર એવા સુપરસ્ટાર સાથે કામ કરતી હતી જે કલાકોના કલાકો મોડા આવતા હતા. એટલા માટે કોઈએ તેને સમયસર આવવાનું કહ્યું ન હતું. ‘સેટ પર મોડા આવવા બદલ કમલ હાસને મને ઠપકો આપ્યો’
પૂનમ ધિલ્લોને હિન્દી રશને જણાવ્યું કે- તેણે કમલ સાથે ‘યે તો કમાલ હો ગયા’, ‘યાદગાર’ અને ‘ગિર્ફ્તાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે કહ્યું કે- સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી, તેણે શિસ્ત શીખી. એક્ટ્રેસે કહ્યું- પહેલી વાર મને સેટ પર ઠપકો મળ્યો. કારણ કે હું સેટ પર મોડો પહોંચતી હતી. મુંબઈમાં, જો હું 30-45 મિનિટ મોડી હોઉં તો કોઈ કંઈ કહેતું નહીં. મારા કો-સ્ટારમાં રાજેશ ખન્ના, શત્રુઘ્ન સિન્હા જેવા મોટા કલાકારો પણ હતા. આ લોકો તેમની મરજીના માલિક હતા, તેઓ જ્યારે ઈચ્છતા ત્યારે આવતા. તેથી, અમને સેટ પર 30-45 મિનિટ મોડા આવવાની આદત પડી ગઈ હતી. ‘મેં સાઉથ ઈન્ડસ્ટ્રી પાસેથી શિસ્ત શીખી’
પૂનમે વધુમાં કહ્યું કે- તે એક વાર ચેન્નાઈમાં શૂટિંગ કરી રહી હતી. તેણે સવારે 7 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો અને તે સવારે 8 વાગ્યે પહોંચી. તેણે વિચાર્યું કે એક કલાક મોડું તો ચાલે! પરંતુ જ્યારે તે સેટ પર પહોંચી ત્યારે કમલ હાસને તેને એક બાજુ લઈ ગયા અને ખૂબ ઠપકો આપ્યો. પૂનમે કહ્યું, હું ત્યાં પહોંચી અને બધાને ગુડ મોર્નિંગ કહી રહી હતી. પછી કમલ હાસન મારી પાસે આવ્યા અને કહ્યું, પૂનમ, તેઓ બધા સવારે 7 વાગ્યાથી અહીં છે. તેની પાસે ગાડી નથી, તે ખૂબ દૂરથી આવે છે. બધા લાઇટમેન, કેમેરામેન, કલ્પના કરો કે તેઓ કયા સમયે પોતાના ઘરેથી નીકળ્યા હશે. તે કદાચ સવારે 5 વાગ્યે કે તેનાથી પણ વહેલા ઉઠ્યા હશે અને તમે 8 વાગ્યે આવ્યા છો. બધા ઘણા સમયથી તમારી રાહ જોઈ રહ્યા હતા. આ યોગ્ય ન કહેવાય. ‘સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ક્રૂ યુનિટ સાથે સારો વ્યવહાર કરવામાં આવે છે’
શિસ્ત વિશે વાત કરતાં પૂનમે કહ્યું કે- આ તેના માટે વોર્નિંગ હતી. તેણે જોયું કે સેટ પર ટેકનિશિયનોને એટલું મહત્વ આપવામાં આવતું નહોતું. જ્યારે કલાકારના નખરાઓ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. તેણે કહ્યું, ‘સાઉથમાં, યુનિટ સાથે ખૂબ જ સારો વ્યવહાર કરવામાં આવતો હતો. સાંજે જ્યારે નાસ્તો આવતો, ત્યારે ફક્ત કલાકારો જ નહીં પરંતુ સેટ પર હાજર બધા ક્રૂના લોકો પણ તેની મજા માણતા. કમલ હાસને 1970માં કામ કરવાનું શરૂ કર્યું હતું
કમલ હાસને 1970 માં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ટૂંક સમયમાં જ કમલ તમિલ ઈન્ડસ્ટ્રીમાં એક મોટા સુપરસ્ટાર બની ગયા. આ પછી, 1980માં,એક્ટરે ‘એક દુજે કે લિયે’ અને ‘સાગર’ જેવી ફિલ્મોથી બોલિવૂડમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments