back to top
Homeગુજરાતભાસ્કર ઇન્વેસ્ટિગેશન:સુરતમાં મળેલી નકલી નોટો ‘ફર્ઝી’ વેબ સીરિઝની સુપરનોટ જેવી, રંગ-કાગળ-છાપકામ અસલી...

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:સુરતમાં મળેલી નકલી નોટો ‘ફર્ઝી’ વેબ સીરિઝની સુપરનોટ જેવી, રંગ-કાગળ-છાપકામ અસલી જેવું

સુરતના પુણા વિસ્તારમાંથી ઝડપાયેલી નકલી નોટો વેબ સીરિઝ ‘ફર્ઝી’ની સુપરનોટ જેવી એટલી અસલી લાગે છે કે તેને સરળતાથી ઓળખવી પણ મુશ્કેલ છે. આ નકલી નોટો બિલકુલ અસલી જેવી હતી અને તેને ઓળખવી સરળ ન હતી. દરોડા દરમિયાન પોલીસને પણ ખબર ન હતી કે કઈ નોટ અસલી છે અને કઈ નોટ નકલી. નકલી નોટોમાં અસલી જેવા જ 90 ટકા ફીચર સમાન હોય છે.નકલી નોટો વિશે ભાસ્કરે તપાસ કરી તો ઘણી મહત્ત્વની માહિતી મળી. સુરતમાં પ્રથમ વખત આટલી હાઇ ક્વૉલિટીની નકલી નોટો ઝડપાઈ છે. જેને ઓળખવી સામાન્ય માણસ માટે અશક્ય છે. બજારમાં આવી કેટલી નોટો ફરતી થઈ છે તે શોધવું મુશ્કેલ છે. નકલી નોટો સાથે ઝડપાયેલો આરોપી સુરેશ એટલો શાતિર છે કે તેણે પોતે બેન્કમાં જઈને 500 રૂપિયાની નકલી નોટ અને અસલી નોટ વચ્ચેનું અંતર પૂછ્યું અને બાંગ્લાદેશમાં તેના સાથીદારોને આ માહિતી આપી. ત્યારપછી આવી હાઇ ક્વૉલિટી નકલી નોટો તૈયાર કરીને માલદા થઈને ભારત મોકલવામાં આવતી હતી. નકલી નોટોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. ફોરેન્સિક રિપોર્ટ બાદ આ નોટોને નાસિકમાં રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાની પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલાશે. આરબીઆઇ તેનો રિપોર્ટ તૈયાર કરીને એનઆઇએને સોંપશે. બાંગ્લાદેશ સાથે નકલી નોટોના કનેક્શનના કારણે એનઆઇએ પહેલાથી જ આ મામલે તપાસ કરી રહી છે. ચાર સીરિયલ નંબર રિપીટ થયા ત્યારે પકડમાં આવી નકલી નોટ
દરોડા દરમિયાન પોલીસને 500 રૂપિયાની 9 હજારની નકલી નોટો અને 500 રૂપિયાની 1 લાખની અસલી નોટો મળી આવી હતી. આરોપીઓએ તમામ નોટો અસલી હોવાનું કહીને પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે છ હજાર રૂપિયાની નોટોની ગણતરી કરી ત્યારે જાણવા મળ્યું કે બધી નોટ ચાર સીરિયલ નંબરની હતી અને તે રિપીટ થઈ રહ્યા હતા. પોલીસે કડકાઇથી પૂછપરછ કરી તો આરોપીઓએ જણાવ્યું કે આ નોટો નકલી છે. કાગળ, શાહી, પ્રિન્ટિંગ અને સિક્યોરિટી ફીચર એક જેવા
નકલી નોટોમાં મહાત્મા ગાંધીના ફોટોનું વોટરમાર્ક, સિક્રેટ લાઇન અને માઇક્રો ટેક્સ્ટ બિલકુલ અસલી જેવું જ દેખાય છે. નોટનો રંગ, સાઈઝ અને ડિઝાઈન પણ અસલ નોટ જેવી જ છે. સિક્યોરિટી થ્રેડ અને શેડિંગ ઈફેક્ટ પણ ઓરિજિનલ જેવી જ છે. નોટોના કાગળ પણ અસલી નોટો જેવા જ હતા. જો કે જે કાગળમાંથી નોટ બને છે તે પર પ્રતિબંધિત છે. નોટોની પ્રિન્ટિંગ અને શાહી પણ અસલ જેવી જ હતી. અસલી નોટની જાણકારી લઇ નકલી નોટ અપડેટ કરતા હતા
આરોપી સુરેશ 15 વર્ષથી નકલી નોટોનું કામ કરી રહ્યો હતો. તે અસલી નોટની માહિતી લઈને નકલી નોટ અપડેટ કરતો હતો. એકવાર તે પોતે બેન્કમાં ગયો અને સોપારીનો વેપારી હોવાનો ઢોંગ કરીને તેને 500ની નકલી નોટ આપીને બેન્ક કર્મચારીને બંને વચ્ચે ફરક પૂછ્યો. બેન્ક કર્મચારીએ તેને અસલી અને નકલી નોટો વચ્ચેનો તફાવત સમજાવ્યો અને નોટ કેન્સલ કરીને પરત કરી. પછી સુરેશે આ માહિતી ઉપર સુધી પહોંચાડી. FSL તપાસ કરશે કે કેટલા ફીચર સરખા છે
નકલી નોટોના એફએસએલ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે કે આ નોટોના કેટલા ફીચર્સ અસલી નોટો સાથે બરાબર મેળ ખાય છે. આ કેસમાં પોલીસે 21 માર્ચે સુરેશ અને વિજયની ધરપકડ કરી હતી. આરોપીઓને નકલી નોટો પશ્ચિમ બંગાળના માલદાના રહેવાસી તાહિરે આપી હતી. પોલીસે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળના માલદાથી નકલી નોટ આવવાનો આ પહેલો મામલો છે. સરળતાથી ખબર નથી પડતી કે આ નોટ નકલી છે
રીકવર થયેલ નકલી નોટોના ફીચર એટલા સ્પષ્ટ છે કે અસલી-નકલી વચ્ચેનો ફરક કરવો મુશ્કેલ છે. કાગળ, સિક્યોરિટી થ્રેડ, રંગ, કદ, પ્રિન્ટિંગ, શાહી બધું અસલી જેવું છે. સામાન્ય રીતે નોટો ચેક કરતી વખતે લોકો લાઇટમાં ગાંધીજીનો ફોટો અને તેના પર 500 રૂપિયા લખેલું જોવે છે, જેનાથી અસલી-નકલી નોટોને ઓળખાય છે. આ નોટોમાં અસલ નોટોના ફીચર પણ છે. -એ.પી.ચૌધરી, SOG, ઇન્સ્પેક્ટર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments