અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલા શ્રી હાડના મહોલ્લાના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સમાજલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા ગુડી પડવા મહોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 29 માર્ચથી 31 માર્ચ 2025 સુધી યોજાશે. મહોત્સવના તા. 29 માર્ચના રોજ ઉદ્યોજક સોહળો અને ખાદ્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં વસતા મરાઠી સમાજના લોકોને તેમના વ્યવસાયને આગળ વધારવામાં છે. સાથે જ તેમની ઓળખ વધુ મજબૂત બનાવવાનો પણ છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે કરવામાં આવશે.