વિસનગર શહેરમાં મુસ્લિમ સમાજે રમઝાન ઈદની ભવ્ય ઉજવણી કરી હતી. ગરમીની મોસમમાં પણ મુસ્લિમ બિરાદરોએ પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા રાખ્યા હતા. શહેરની મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા. તેમણે નમાઝ અદા કરી અને દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખુદા તાલા પાસે દુઆ માંગી હતી. મુસ્લિમ સમાજ માટે રમઝાન ઈદનું વિશેષ મહત્વ છે. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. વર્ષ દરમિયાન થયેલી કોઈ ભૂલ માટે એકબીજાની માફી માંગી હતી. કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હિન્દુ સમાજના લોકોએ પણ મુસ્લિમ બિરાદરોને રમઝાન ઈદની શુભકામનાઓ પાઠવી હતી.