સુરતમાં રત્ન કલાકારોના વેતનને લઈને હવે માંગણી વધુ તેજ બની રહી છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વના ફલક ઉપર ઝળહળતો રહ્યો છે. વૈશ્વિક મંદી અને યુદ્ધ જેવી સ્થિતિ હોવાને કારણે છેલ્લા કેટલાક સમયથી વ્યાપારિક દૃષ્ટિએ હીરા ઉદ્યોગો પર તેની ખૂબ માઠી અસર થઈ છે. અમેરિકા અને ચીન જેવા દેશોમાં પણ મંદિરની અસર દેખાતા હીરા ઉદ્યોગમાં તેનું સીધું ગ્રહણ લાગ્યું હતું. આજે પણ હીરા ઉદ્યોગમાં જે તેજી હોવી જોઈએ તે પ્રકારની દેખાતી નથી તેના કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ નબળી થઈ છે. ગઈકાલે હડતાળ પાડ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ રત્નકલાકારો સ્વયંભુ હડતાળમાં જોડાવાનું આહવાન કરાયું હતું. પરંતુ, મોટાભાગના રત્નકલાકારો હડતાળથી દૂર રહ્યા હતા. બે થી ત્રણ કારખાનાના કામદારો જ હડતાળમાં જોડાયા હતા. ડાયમંડ ફેક્ટરી ના કર્મચારી હડતાલ પર ઉતર્યા
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી પંકજ ડાયમંડ ફેક્ટરીના રત્ન કલાકારો આજે કામથી અળગા રહ્યા હતા અને હડતાલ પર ઉતર્યા હતા. રત્ન કલાકારો એ પોતાની વ્યથા સાથે હડતાલ ઉપર ઉતરવાના નિર્ણયને લઈને વાત કરી હતી. સુરતમાં લાખોની સંખ્યામાં રત્ન કલાકારો કામ કરી રહ્યા છે. ડાયમંડ ફેક્ટરીના સંચાલકો રત્ન કલાકારોને પહેલા જેવો પગાર આપી રહ્યા નથી. એક અંદાજ મુજબ રત્ન કલાકારોની આવક ઉપર 30 ટકા કરતાં વધુનો કાપ સરેરાશ મુકાઈ ગયો છે. કામના કલાકોમાં પણ મોટો ઘટાડો કરી દીધો છે. કામનો સમય ઓછો કરતાં સ્વભાવિક રીતે જ રત્ન કલાકારો વધારે હીરા ઘસી શકતા નથી તેને કારણે મહિનાના અંતે તેમની જે સેલરી થવી જોઈએ તે થઈ રહી નથી. અમારો પગાર વધવો જોઈએ- રત્નકલાકાર
રત્ન કલાકાર રવિ સોલંકીએ જણાવ્યું કે, અમારી ફેક્ટરીમાં 3.0 થી લઈને 6 નંબર સુધીના હીરા આવે છે. અમારી માંગ એવી છે કે 5 અને 6 નંબરના હીરામાં ભાવ વધારો કરવો જોઈએ. ઘણા રત્ન કલાકારો જોડાતા નથી કારણ કે કેટલાકને ડર હોય કે જો તેઓ હડતાલમાં જોડાશે તો તેમનું આગળ કેવી રીતે ચાલશે બે થી ત્રણ દિવસ જો કામ નહીં કરે તો તેનો પગાર કપાઈ જશે અને તેના કારણે પોતાની આવક ઉપર વધુ ખરાબ અસર ન થાય તેના માટે તેઓ હડતાલથી અળગા રહી રહ્યા છે. 10 થી 12 હજાર માં ઘર કેવી રીતે ચાલે- રત્નકલાકાર
ગૌતમભાઈ જણાવ્યું કે હું છેલ્લા ત્રણ વર્ષથી અહીં કામ કરી રહ્યો છું. પહેલા હું 20 થી 25 હજારનું કામ કરતો હતો. છેલ્લા ચાર મહિનાથી માત્ર દસ-બાર હજાર રૂપિયાનું કામ થઈ રહ્યું છે હું પોતે લસકાણા રહું છું લસકાણાથી કાપોદ્રા મારી ફેક્ટરી ઉપર આવવાનો રોજનો ભાડાનો ખર્ચ ખૂબ વધારે હોય છે. મારા મહિનાના 1500 થી 2000 રૂપિયા ભાડા પાછળ ખર્ચાઈ જાય છે. ત્યારબાદ મારા નાના બાળકો છે એમને સ્કૂલમાં ભણાવવાના જે લોન લીધી છે લોન આપતા ચૂકવવાના આવી સ્થિતિમાં હું મારા ઘરનું ગુજરાત કેવી રીતે ચલાવ તે એક મોટો પ્રશ્ન થઈ ગયો છે. સરકાર ભોળા રત્ન કલાકારો સાથે વિશ્વાસઘાત ન કરે
સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે, આજે સાતથી આઠ અલગ અલગ વિસ્તારોમાં રત્ન કલાકારો કામકાજથી અળગા રહ્યા છે. અમે ગઈકાલે પણ રત્ન કલાકારોને અપીલ કરી હતી કે સ્વયંભૂ રીતે શાંતિપૂર્ણ હડતાલ ઉપર ઉતરજો કોઈપણ પ્રકારે રસ્તા ઉપર ઉતરવાની અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવો નહીં. જો આ રત્ન કલાકારો રસ્તા ઉપર આવી ગયા તો તકલીફ પડશે તેથી હું કંપનીના સંચાલકોને અપીલ કરું છું કે રત્ન કલાકારો ના ભાવ વધારા માટે ઉચ્ચ સ્તરની કમિટી બનાવવા માટે તેઓ પોતે આગળ આવે. સરકારને પણ વિનંતી કરું છું કે જે પ્રકારે કમિટમેન્ટ કરવામાં આવ્યું છે તે પ્રકારે રત્ન કલાકારોને મદદ કરે. ભોળાનાથ ના કલાકારોનો સરકાર વિશ્વાસઘાત ન કરે. જે રાતના કલાકારોને કંપની સંચાલકો હડતાલમાં જોડાવા જઈ રહ્યા નથી તેમની લિસ્ટ અમે મંગાવી છે તેમની સામે અમે લેબર કાયદા મુજબ લડવાના છે અત્યારે અમારી પાસે કેટલી કંપનીઓના નામ આવી ગયા છે પરંતુ અમે તેને હજી જાહેર કરવા માંગતા નથી. આ બાબતે અમે લેબર કમિશનરને ફરિયાદ કરવાના છીએ અને ત્યારબાદ જે નામોની લિસ્ટ આવી છે તેને અમે મીડિયા સમક્ષ મુકીશું.