નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એન્જિનિયરિંગ ક્ષેત્ર માટેની પ્રવેશ પરીક્ષા JEE મેઈન 2025 સેશન-2 આવતીકાલથી એપ્રિલથી શરૂ થશે. આ પરીક્ષા 9 એપ્રિલ 2025 સુધી ચાલશે, જેમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ પરીક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. JEEની પરીક્ષા સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાશે. જ્યારે બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. પરીક્ષાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં પહોંચવું ફરજિયાત રહેશે. ગેટ બંધ થયા પછી કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. કેન્દ્રમાં પ્રવેશ માટે એડમિટ કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી રહેશે. પરીક્ષા ખંડમાં વિધાર્થીઓને પેન/પેન્સિલ અને રફ શીટ આપવામાં આવશે જેના પર નામ અને રોલ નંબર લખવો જરૂરી રહેશે. પરીક્ષા પૂર્ણ થયા પછી આ શીટ પરત કરવાની રહેશે. પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 1 ગુણ કાપવામાં આવે છે.