back to top
Homeગુજરાતગુજરાતથી ચારધામ જવાની A to Z માહિતી:રજિસ્ટ્રેશન પ્રોસેસ સહિત કેટલો ખર્ચો થાય?...

ગુજરાતથી ચારધામ જવાની A to Z માહિતી:રજિસ્ટ્રેશન પ્રોસેસ સહિત કેટલો ખર્ચો થાય? આટલી વસ્તુ પાસે રાખો, 10 દિવસમાં આવી રીતે પૂરી કરો યાત્રા

ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. ગુજરાતથી ચારધામ યાત્રાનો પ્લાન બનાવી રહ્યા છો? તો, ચારધાયાત્રામાં કેટલો ખર્ચ થશે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે જાણવું જરૂરી છે… ચારધામ યાત્રા એટલે યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનાં દર્શન. આ યાત્રા 30 એપ્રિલથી શરૂ થઈ નવેમ્બર સુધી ચાલશે. ગુજરાતથી જનારા લોકો માટે આ યાત્રાનું આયોજન જરૂરી છે. ગુજરાતથી ચારધામ યાત્રાનો પ્લાન: પહેલા દિવસે, અમદાવાદથી હરિદ્વાર-ઋષિકેશ માટે ટ્રેન અથવા ફ્લાઇટ.
બીજા દિવસે, ઋષિકેશથી બરકોટ.
ત્રીજા દિવસે, બરકોટથી યમુનોત્રી અને પરત.
ચોથા દિવસે, ઉત્તરકાશી.
પાંચમા દિવસે, ઉત્તરકાશીથી ગંગોત્રી અને પરત.
છઠ્ઠા દિવસે, ગુપ્તકાશી.
સાતમા દિવસે, કેદારનાથ (હેલિકોપ્ટર અથવા ટ્રેક).
આઠમા દિવસે, કેદારનાથથી બદ્રીનાથ.
નવમા દિવસે, બદ્રીનાથ દર્શન અને જોશીમઠ.
દસમા દિવસે, જોશીમઠથી ઋષિકેશ અને ત્યાંથી અમદાવાદ પરત. ચારધામ યાત્રામાં ખર્ચો કેટલો થશે?
જો તમે વધારે લોકો સાથે ગ્રુપ ટૂર કરો છો, તો 30 હજાર રૂપિયા, ડિલક્સ પેકેજ લો છો તો 40 હજાર રૂપિયા અને જો હાઈ-ફાઈ હેલિકોપ્ટરથી મુસાફરી કરો છો, તો 2 લાખ રૂપિયાથી વધારે ખર્ચ થશે. ચારધામ યાત્રામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
રજીસ્ટ્રેશન ફરજિયાત છે, registrationandtouristcare.uk.gov.in પરથી રજીસ્ટ્રેશન કરાવો.
દર્શન માટે આધાર કાર્ડ જરૂરી છે.
ઊંચાઈ પર ઓક્સિજન ઓછું હોય તો હેલ્થ ચેકઅપ કરાવો.
પોતાના વાહનમાં ડ્રાઇવરના દસ્તાવેજો રાખો.
હવામાન બદલાય તો ગરમ કપડાં રાખો.
30 એપ્રિલ પછી ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ થશે.
હેલિકોપ્ટરનું ભાડું hrliyatra.irctc.co.in પર જાણવા મળશે. યાત્રાના સમયે તાપમાન કેવું રહેશે?
એપ્રિલ-મે: 5-15 ડિગ્રી સેલ્સિયસ.
જૂન-જુલાઈ: 10-20 ડિગ્રી સેલ્સિયસ.
ઓગસ્ટ-સપ્ટેમ્બર: વરસાદની ઋતુ, ભૂસ્ખલનનું જોખમ.
ઓક્ટોબર-નવેમ્બર: -5 થી 10 ડિગ્રી સેલ્સિયસ. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયો જુઓ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments