back to top
Homeગુજરાતરાજકોટમાં વધુ એક ફેક્ટરીમાં આગ:રાજકોટ-અમદાવાદ હાઇવે પર શેમ્પૂની ફેક્ટરીમાં આગ લાગતા મેજર...

રાજકોટમાં વધુ એક ફેક્ટરીમાં આગ:રાજકોટ-અમદાવાદ હાઇવે પર શેમ્પૂની ફેક્ટરીમાં આગ લાગતા મેજર કોલ જાહેર કરાયો, ફોમનો મારો ચલાવી 80 ટકા આગ કાબૂમાં લીધી

રાજકોટમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં આવેલ દિવેલીયા વિસ્તારમાં આવેલી શેમ્પુ બનાવતી ફેકટરીમાં બપોરના 12 વાગ્યે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ત્યાર બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અલગ અલગ 7 ફાયર ફાઇટરે ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. આમ આગ 2 કલાકમાં જ 80 ટકા જેટલી કાબૂમાં આવી ગઈ હતી. અંદરના ભાગે કેમિકલ પણ હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગમાં બે બાઇક પણ ખાખ થઈ ગયા હતા. બેરલમાં બ્લાસ્ટ થવાથી કેમિકલ ફેક્ટરીમાંથી બહાર રસ્તા પર આવી ગયું હોવાથી રસ્તા ઉપર પણ આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેના પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 12 વાગ્યા આસપાસ જે.કે.ફોર્મ નામની કેમિકલ ફેકટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જે બાદ રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા પ્રથમથી જ મેજર કોલ જાહેર કરી તમામ ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટર બોલાવી 60 જેટલા લોકોના સ્ટાફ તેમજ ચીફ ફાયર ઓફિસર સહીત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન આગ લાગી તે ફેકટરીમાં અંદરની તરફ કેમિકલ હોવાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા AFFF લિકવિડ ફોમની મદદથી સતત મારો ચલાવી કાબુ મેળવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે 66 કેવી વીજ લાઈન પસાર થતી હોવાથી PGVCL મદદથી તેને પ્રથમ પાવર કટ કરી બાદમાં કેમિકલ ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો સાથે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી વિસ્તારથી એક ફાયર ટીમની મદદથી સતત બે કલાક પાણી અને લિકવિડ ફોમનો મારો ચલાવતા મહદઅંશે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગમાં સદનસીબે જાનહાનિ ટળી
આગ લાગવાની ઘટના પગલે કોઈ જાનહાની સમાચાર સામે આવ્યા નથી અને હાલમાં પોલીસ તેમજ મામલતદાર સહીત અધિકારીઓ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી છે. આગ પર કાબુ મેળવ્યા બાદ FSL મદદથી આગળ તપાસ હાથ ધરવામાં આવશે તેમજ નોટિસ આપી કર્યવાહી હાથ ધરવામાં આવશે. આગ ક્યાં કારણે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી અને સંપૂર્ણ આગ પર કાબુ મેળવતા સાંજના 4થી 5 વાગ્યા સુધી સમય લાગી શકે તેમ છે. જે સંપૂર્ણ કાબુમાં આવ્યા બાદ આગલી કર્યવાહી હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments