હલ્દીરામે સ્નેક્સ ડિવિઝનમાં 6% હિસ્સો અબુ ધાબી ખાતેની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) અને ન્યૂયોર્કની આલ્ફા વેવ ગ્લોબલને વેચી દીધો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, હલ્દીરામે આ હિસ્સો 10 બિલિયન ડોલર (લગભગ 85.57 હજાર કરોડ રૂપિયા) ની વેલ્યુએશન પર વેચી દીધો છે. જો કે, કંપનીએ આ ડીલ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. અગાઉ 30 માર્ચે, સિંગાપોરની સોવરેન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ટેમાસેકે હલ્દીરામના સ્નેક્સ ડિવિઝનમાં 10% હિસ્સો ખરીદવા માટે એગ્રીમેન્ટ કર્યો હતો. આ ડીલ 1 બિલિયન ડોલર (લગભગ 8,555 કરોડ રૂપિયા)માં થઈ હતી. હલ્દીરામે જણાવ્યું હતું કે ટેમાસેકે કંપનીના હાલના શેરધારકોનો 10% હિસ્સો ખરીદ્યો છે. બ્લેકસ્ટોને પણ 20% હિસ્સો ખરીદવાની ઓફર કરી છે બંને પક્ષો ઘણા મહિનાઓથી આ ડીલ માટે વાટાઘાટો કરી રહ્યા હતા. યુએસ પ્રાઇવેટ ઇક્વિટી (PE) બ્લેકસ્ટોને પણ હલ્દીરામમાં 20% હિસ્સો ઓફર કર્યો હતો, પરંતુ આ ઓફર ઓછી વેલ્યુએશન પર હતી. તેથી હલ્દીરામે ટેમાસેક સાથે આ ડીલ ફાઈનલ કરી. આ વેચાણ ભારતના ફાસ્ટ-મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) ક્ષેત્રમાં હાલના સૌથી મોટા વ્યવહારોમાંનું એક છે. બેંકર્સનું કહેવું છે કે હલ્દીરામના પ્રમોટર્સ આગામી વર્ષમાં ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) લાવવાનું વિચારી રહ્યા છે. ત્રણ પરિવારો NTT હલ્દીરામ બ્રાન્ડ ચલાવે છે ભારતમાં હલ્દીરામ બ્રાન્ડ દિલ્હી, નાગપુર અને કોલકાતા ખાતે ત્રણ અલગ અલગ ફેમિલી NTT દ્વારા ચલાવવામાં આવે છે. જો કે, દિલ્હી અને નાગપુર પરિવારે તેમના FMCG વ્યવસાયો હલ્દીરામ સ્નેક્સ અને હલ્દીરામ ફૂડ્સ ઇન્ટરનેશનલને એક જ NTT, હલ્દીરામ સ્નેક્સ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં મર્જ કરી દીધા છે. હલ્દીરામ રેસ્ટોરન્ટની એક ચેન પણ ચલાવે છે પેકેજ્ડ સ્નેક્સ ઉપરાંત, હલ્દીરામ રેસ્ટોરન્ટ્સની એક ચેન પણ ચલાવે છે. કંપની 500 પ્રકારના સ્નેક્સ, નમકીન, મીઠાઈઓ, રેડી ટુ ઈટ અને પ્રી- મિક્સ્ડ ફુક આઈટમ વેચે છે. હલ્દીરામે નાણાકીય વર્ષ 24 માં 12,800 કરોડ રૂપિયાની આવક કરી હતી. સ્નેક માર્કેટ હિસ્સો 13%, 1937માં શરૂઆત થઈ હતી યુરોમોનિટર ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, ભારતના 6.2 બિલિયન ડોલરના સ્નેક માર્કેટમાં હલ્દીરામનો હિસ્સો લગભગ 13% છે. તેના સ્નેક્સ સિંગાપોર અને અમેરિકા જેવા વિદેશી બજારોમાં પણ વેચાય છે. કંપની પાસે લગભગ 150 રેસ્ટોરન્ટ છે. તેની શરૂઆત 1937માં એક દુકાનથી થઈ હતી.