વડોદરા સહિત રાજ્યમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે મોટા ભાગની સેવાઓ ફેસલેસ કરી દેવામાં આવી છે, તો કેટલીક સેવાઓ માટે હજુ પણ RTO કચેરી રૂબરૂ જવું પડે છે. અત્યાર સુધી અરજદારોએ જો DL (ડ્રાઇવિંગ લાયસન્સ)માં જન્મ તારીખમાં ભૂલ હોય તો અત્યાર જે તે આરટીઓ કચેરી ખાતે રૂબરૂ આધારભૂત પુરાવા સાથે જવું પડતું હતું. જે હવે અરજદાર જાતે પોતાના આધારભૂત પુરાવા અંતર્ગત ઓનલાઇન સુવિધા મેળવી જાતે કરી શકશે. ઓનલાઈન જન્મતારીખમાં સુધારા માટે અરજદારે 200 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. અરજદારે કુલ 14 સ્ટેપ ફોલો કરવાના રહેશે. સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ સુધારા સાથેનું લાઈસન્સ ઘરે પહોંચી જશે. જન્મતારીખમાં સુધારા માટે RTOનો ધક્કો નહીં ખાવો પડે
પ્રાદેશિક વાહન વ્યવહાર ગુજરાત રાજ્યની તમામ કચેરીઓમાં હવે CMVR રૂલ 4 (સેન્ટ્રલ મોટર વિહિકલ રૂલ) અંતર્ગત જે કોઈ અરજદારને હવે ડ્રાઇવિંગ લાઇસન્સમાં પોતાની જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો આરટીઓ કચેરી ખાતે ધક્કો નહીં ખાવો પડે. હવે આ રૂલ મુજબ અરજદાર જાતે પોતાના આધારભૂત પુરાવા ઓનલાઈન અપલોડ કરી સુધારો કરી શકશે. જેથી લાખો અરજદારોને હવે આરટીઓ કચેરીનો ધક્કો ખાવો નહીં પડે. આ પુરાવાઓની જરુર રહેશે
આ પ્રોસેસ માટે સેન્ટ્રલ મોટર વિહિકલ રૂલ ચાર મુજબ વ્યક્તિ માટે આધારભૂત પુરાવા તરીકે પાસપોર્ટ, સ્કૂલ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, જન્મ સમયે ડોક્ટર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર ના ઉપયોગ દ્વારા આ સેવાનો લાભ લઈ શકાય છે. પહેલા અને હાલમાં શું ફેરફાર થયો?
પહેલા અને હાલની પ્રોસેસની વાત કરવામાં આવે તો અરજદારને રૂબરૂ જે તે આરટીઓ કચેરી ખાતે જવું પડતું હતું અને તેના લાઇસન્સમાં સુધારો કર્યા બાદ કોઈ પુરાવો આપવામાં આવતો ન હતો, કારણ કે આ બાબતે આરટીઓ દ્વારા કોઈ ફી લેવામાં આવતી ન હતી. જ્યારે ફેસલેસ સુવિધામાં અરજદાર પોતાની જાતે ઘરબેઠા પોતાના આધારભૂત પુરાવા આધારે જાતે જ લાયસન્સમાં જન્મ તારીખમાં સુધારો કરી શકે છે અને તેની પ્રિન્ટ મેળવી આધાર પુરાવો રાખી શકે છે. સાથે જ તે સ્માર્ટ કાર્ડની લાયસન્સ કોપી પણ ઘરે મળી જાય છે. જેથી આ સુવિધાથી લાખો અરજદારોને રાહત થશે. અને જો હવે આરટીઓ કચેરીમાં આ સુવિધા માટે જશે તો ઑનલાઇન પ્રોસેસ મુજબ ફી વસૂલી આધારભૂત પુરાવા સાથે લાયસન્સ મેળવી શકશે.