હાર્દિક પંડ્યાના ફેન્સ જાસ્મિન વાલિયા સાથેની તેની ડેટિંગ અફવાઓ વિશે સત્ય જાણવા ઉત્સુક છે. આ દરમિયાન સોશિયલ મીડિયા મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ પછીના કેટલાક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. આ વીડિયો હાર્દિક-જાસ્મિનના ઇલુ-ઇલુની હિંટ આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ ચર્ચામાં!
સોમવારે (31 માર્ચ) રાત્રે મુંબઈમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)સામેની IPL મેચ પછી જાસ્મિન વાલિયા (હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ)ના વીડિયોએ ફેન્સનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું. મેચ દરમિયાન પણ જાસ્મિન MI અને ટીમના કેપ્ટન હાર્દિક માટે ચિયર કરતી જોવા મળી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી હાર્દિક-જાસ્મિનના અફેરની અફવાઓ ચાલી રહી છે, પરંતુ ગઈકાલે મુંબઈની જીત બાદ જાસ્મિન MIની ટીમ બસમાં ચઢી ત્યારે અફવાઓ સાચી પડતી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ટીમ બસમાં ફક્ત ખેલાડીઓ અને તેમના પરિવારોને જ બેસવાની મંજૂરી હોય છે. અગાઉ હાર્દિક પંડ્યાને ફલાઇંગ કિસ આપી હતી!
આ પહેલીવાર નથી, જ્યારે બંને એકબીજાની સાથે જોવા મળ્યાં હોય. ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પણ જાસ્મિન સ્ટેડિયમમાં જોવા મળી હતી, એટલું જ નહીં, જ્યારે 11મી ઓવર હાર્દિકે પૂરી કરી બાદમાં કેમેરો બ્રિટિશ સિંગર-એક્ટ્રેસ તરફ ફર્યો ત્યારે તેને ફલાઇંગ કિસ આપતી હતી. લોકોનું એવું માનવું હતું કે જાસ્મિન વાલિયાએ હાર્દિકને આ ફલાઇંગ કિસ આપી હતી. ક્યારથી શરૂ થઈ ડેટિંગ અફવાઓ?
મેચ દરમિયાન જાસ્મિન વાલિયા વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે બ્લેક ચશ્માં પહેર્યાં હતાં અને ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેચ દરમિયાન તે ભારતીય ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાએ હજુ સુધી તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, પરંતુ નતાશા સ્ટેન્કોવિકથી છૂટાછેડા લીધાનાં થોડાં અઠવાડિયાં પછી ગ્રીસ વેકેશનના ફોટો સામે આવ્યા ત્યારથી બંનેની લવસ્ટોરી ચર્ચામાં છે. કોણ છે જાસ્મિન વાલિયા?
જાસ્મિન વાલિયા એક બ્રિટિશ સિંગર-એક્ટ્રેસ છે. જાસ્મિનનો જન્મ લંડનના એસેક્સમાં ભારતીય મૂળનાં માતાપિતાને ત્યાં થયો હતો. જાસ્મિન બ્રિટિશ રિયાલિટી ટીવી સિરીઝ “ધ ઓન્લી વે ઇઝ એસેક્સ” નો હિસ્સો હતી ત્યારે તેણે સૌપ્રથમ દુનિયાનું ધ્યાન ખેંચ્યું. જાસ્મિને પહેલીવાર જેક નાઈટ સાથે પર્ફોર્મ કર્યું અને આ લોકપ્રિયતા ત્યારે વધી જ્યારે 2018માં બોલિવૂડ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ માટે ‘બોમ ડિગ્ગી ડિગ્ગી’ ગીતનું રિમેક કરવામાં આવ્યું. વર્ષ 2022માં જાસ્મિન વાલિયાએ બિગ બોસ 13ના ફાઇનલિસ્ટ અસીમ રિયાઝ સાથે નાઇટ્સ એન ફાઇટ્સ નામનો એક મ્યુઝિક વીડિયો કર્યો હતો અને તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હાર્દિક-નતાશાનાં લગ્ન 4 વર્ષમાં તૂટી ગયાં
પંડ્યા અને નતાશાનાં લગ્ન વર્ષ 2020માં થયાં હતાં. 2021માં તેમનો પુત્ર અગસ્ત્યનો જન્મ થયો. 18 જુલાઈના રોજ બંનેએ એક નિવેદન જારી કરીને અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેએ તેમના 4 વર્ષના લાંબા લગ્નજીવનનો અંત લાવ્યા અને હવે બંને તેમના પુત્ર અગસ્ત્યનાં કો-પેરેન્ટ્સ બનશે.