ટીવી એક્ટ્રેસ બરખા બિષ્ટે તાજેતરમાં તેની પર્સનલ લાઈફ વિશે વાત કરી. આ દરમિયાન તેણે કરણ સિંહ ગ્રોવર સાથેના બ્રેકઅપનો પણ ઉલ્લેખ કર્યો. એક્ટ્રેસે કહ્યું કે- જ્યારે કરન સાથે બ્રેકઅપ થયું ત્યારે હું એકદમ ભાંગી પડી હતી. સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં બરખા બિષ્ટે કહ્યું, મેં લગભગ બે વર્ષ સુધી કરન સિંહ ગ્રોવરને ડેટ કર્યો. મને બરાબર યાદ નથી કે અમે બંને કેટલા નાના હતા. પણ એક વાત મને યાદ છે કે કરણ ખૂબ જ દયાળુ હતો. મને હંમેશા દયાળુ લોકો પ્રત્યે લાગાવ રહ્યો છે. તેની બોડી અને લુક એકદમ પરફેક્ટ હતો. સાથે-સાથે, તેના મનનાં ખૂણે રહેલી એક ખાસ પ્રકારના દયાની લાગણીથી મારો તેના પ્રત્યે લગાવ વધવા લાગ્યો. કારણ કે મુંબઈમાં આવા લોકો બહુ ઓછા જોવા મળે છે. જ્યારે મને આવા માયાળુ લોકો મળે છે ત્યારે હું હંમેશા આકર્ષિત થાઉં છું. કરન સાથેના બ્રેકઅપ વિશે વાત કરતાં બરખાએ કહ્યું, તે સમયે હું માત્ર 23 વર્ષની હતી અને તે મારાથી 2 વર્ષ નાનો હતો. જેમ જેમ અમે મોટા થયા, તેમ તેમ અમારી વચ્ચેનો તફાવત પણ વધવા લાગ્યો. પરિણામ એ આવ્યું કે અમારા રસ્તા અલગ થઈ ગયા. કરન સાથે બ્રેકઅપ થતાં મુંબઈમાં મારું પહેલી વખત દિલ તૂટ્યું હતું. જોકે, મને હજુ પણ તેના માટે ઘણો પ્રેમ છે અને તેઓ જ્યાં પણ હોય ત્યાં તેને શુભકામનાઓ પાઠવું છું. હું તેના માટે ખૂબ ખુશ છું. બરખાએ 2004માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું
બરખાએ 2004માં ‘કિતની મસ્ત હૈ ઝિંદગી’ શોમાં કામ કર્યું હતું. આ તેનો ડેબ્યૂ શો હતો. આ શોમાં કરન સિંહ ગ્રોવર પણ જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન તે બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. જોકે, આ રિલેશનશિપ ફક્ત 2 વર્ષ સુધી જ ચાલી શકી. ટીવી એક્ટરમાંથી બોલિવૂડ એક્ટર બન્યો
23 ફેબ્રુઆરી, 1982માં નવી દિલ્હીમાં શીખ પરિવારમાં કરન સિંહનો જન્મ થયો છે. તેને નાનો ભાઈ પણ છે. કરન સિંહ જ્યારે નાનો હતો ત્યારે પરિવાર સાઉથ અરેબિયા શિફ્ટ થયો હતો. કરને મુંબઈની IHMમાંથી હોટલ મેનેજમેન્ટમાં ડિગ્રી લીધી છે. તેણે ઓમાનની શેરાટોન હોટલમાં માર્કેટિંગ એક્ઝીક્યૂટિવ તરીકે કામ કર્યું છે. 2004માં કરન સિંહે ગ્લેડ્રેગ્સ મેનહન્ટ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને તે આ સ્પર્ધા જીત્યો હતો. 2004માં કરને ટીવી સિરિયલ ‘કિતની મસ્ત હૈ જિંદગી’થી ટીવી કરિયર શરૂ કરી હતી. 2007માં કરન સિંહ સિરિયલ ‘દિલ મિલ ગયે’થી ચાહકોમાં લોકપ્રિય થયો હતો. 2015માં તેણે ફિલ્મ ‘અલોન’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ‘હેટ સ્ટોરી 3’માં જોવા મળ્યો હતો. કરન છેલ્લે 2021માં વેબ સિરીઝ ‘કૂબૂલ હૈ 2.0’માં જોવા મળ્યો હતો. કરનના બિપાશા સાથે ત્રીજા લગ્ન
કરને બીજી પત્ની જેનિફર વિન્ગટેને ડિવોર્સ આપીને બિપાશા સાથે એપ્રિલ, 2016માં લગ્ન કર્યાં હતાં. કરને 2008માં પહેલા લગ્ન શ્રદ્ધા નિગમ સાથે કર્યા હતા. આ લગ્ન માંડ 10 મહિના ટક્યા હતા. ત્યારબાદ તેણે 2012માં ટીવી એક્ટ્રેસ જેનિફર સાથે બીજા લગ્ન કર્યા હતા. જેનિફરને 2014માં ડિવોર્સ આપ્યા હતા. ત્યારબાદ ત્રીજા લગ્ન બિપાશા સાથે કર્યાં હતાં. બિપાશાના સંબંધો પહેલા ડિનો મોરિયા સાથે હતાં. ત્યારબાદ તે 8-9 વર્ષ સુધી બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ સાથે લીવ ઇનમાં રહી હતી. જોકે, પછી બંને અલગ થઈ ગયા હતા. જ્હોને ઇન્વેસ્ટમેન્ટ બેંક પ્રિયા રૂંચાલ સાથે લગ્ન કર્યાં હતાં. જ્હોનથી અલગ થયા બાદ બિપાશાનું નામ હરમન બાવેજા સાથે પણ જોડાયું હતું.