ચાલુ વર્ષે નર્મદા જિલ્લાના એક પોલીસ મથકે એક આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ ગુના અંતર્ગત ભોગ બનનાર સગીરા ગર્ભવતી બની હતી. જેની માતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સગીરાના ગર્ભપાત માટે અરજી દાખલ કરવામાં આવી હતી. સગીરા 16 વર્ષની ઉંમરની છે અને તેને 12 અઠવાડિયાનો ગર્ભ છે. ગુજરાત હાઇકોર્ટે સગીરાના મેડિકલ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ, નર્મદાને તપાસના નિર્દેશ આપ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાત હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. હાઇકોર્ટે પોતાના આ દેશમાં નોંધ્યું હતું કે, સગીરાના ગર્ભપાત માટે એક્સપર્ટ ડોક્ટરોની ટીમ અમે બાળકોના ડોક્ટર હોસ્પિટલમાં હાજર રહે. ઓપરેશન પછીની જ પણ સારવાર પણ તેને આપવાની રહેશે. તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. આરોપી સામેના કેસના પુરાવા માટે તેના ગર્ભની પેશીના DNA જાળવીને FSL માટે મોકલવામાં આવે.