અમદાવાદની જાણીતી આનંદ નિકેતન સ્કૂલની બસ ઘાટલોડિયાની પ્રેરણા સોસાયટીમાં ઘૂસી હતી. સ્કૂલબસનો ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવીને બાળકોને મૂકીને બસ લઈને પરત નીકળ્યો હતો.આ દરમિયાન બસ ઘાટલોડિયાની રહેણાક સોસાયટીમાં ઘૂસી હતી જ્યાં સોસાયટીના ગેટથી લઈને અંદર સુધી દીવાલ અને વાહનને અથડાઈ હતી. ડ્રાઇવરે પણ કબૂલાત કરી કે-મેં દેશી દારુ પીધો હતો. હું તો રોજ પીવું છું સદનસીબે અકસ્માત થયો ત્યારે વિદ્યાર્થીઓ બસમાં ન હતા
આનંદ નિકેતન સ્કૂલની બસ ઘાટલોડિયાની સ્કૂલનાં 35 બાળકોને સ્કૂલે મૂકીને આવી હતી.બસનો ડ્રાઇવર પ્રતિબંધિત રહેણાક વિસ્તારમાં બસ લઈને ઘૂસ્યો હતો. ઘાટલોડિયાની શ્રીનાથ સોસાયટીના કોમન પ્લોટની દીવાલને ટક્કર મારીને બસ સોસાયટીમાં ઘૂસી હતી, ત્યારબાદ સોસાયટીમાં બાળકો રમતાં હતાં ત્યારે બસ આવી હતી જ્યાં એક કારને ટક્કર મારી હતી..બનાવને પગલે સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા. ડ્રાઈવરે જ કહ્યું- મેં દેશી દારૂ પીધો હતો
ડ્રાઈવરને નીચે ઉતારીને સોસાયટીના રહીશોએ રોકી રાખ્યો હતો. ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો જે શિલજથી નાલંદા સ્કૂલમાં 35 બાળકોને મૂકીને આવ્યો હતો..ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો જેની કબૂલાત પણ ડ્રાઇવરે કરી હતી અને જણાવ્યું હતું કે તે રોજ સાંજે દારૂ પીવે છે અને સવારે સ્કૂલબસ ચલાવે છે. જોકે બાળકો સ્કૂલબસમાં ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. હું રોજ સાંજે દારૂ પીઉં છું- અકસ્માત સર્જનાર ડ્રાઈવર
સ્કૂલબસના ડ્રાઇવર મહેશે જણાવ્યું હતું તે આનંદ નિકેતન સ્કૂલની બસ ચલાવું છું. હું રિવર્સ કરવા ગયો ત્યારે દીવાલ પર અડી ત્યારબાદ સોસાયટીમાં બીજી ગાડીને અડી છે. હું દારૂ પીને ગાડી ચલાવતો હતો. દેશી દારૂ ગઈકાલે પીધો હતો. કોઈ ડ્રાઈવર નહતો એટલે મારે આવવું પડ્યું હતું. ગાડીમાં 35 બાળકો હતાં જેમને ઉતારીને આવ્યો હતો. બાળકોને કંઈ થાય તો મારી જવાબદારી આવતી. રોજ સાંજે દારૂ પીવું છું અને સવારે ગાડી ચલાવું છું. ડ્રાઈવર ફુલ પીધેલી હાલતમાં હતો- પ્રત્યક્ષદર્શી
મહીમ ઠાકર નામના યુવકે જણાવ્યું હતું કે મારી ગાડી મારા ઘરની બહાર પડી હતી ત્યારે એક બસ આવીને મારી ગાડીને ટક્કર મારી હતી. સોસાયટી સાંકડી છે જેમાં બસ આવી જ ન શકે છતાં ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં બસ લઈને આવ્યો હતો. ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હોવાની કબૂલાત કરી છે.