અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ લાગુ કરવાની તૈયારીઓ વચ્ચે આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં સેક્ટોરલ સ્પેસિફિક સુધારો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સમાં ગઈકાલના અંદાજીત 1400 પોઈન્ટના કડાકા બાદ નીચા મથાળે નવી લેવાલી નોંધાતા આજે બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત 592 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં મિક્સ ટોન સાથે ટ્રમ્પે અમેરિકાથી ભારતમાં થતી નિકાસો પર ભારત સરકાર ટેરિફ ઘટાડવા તૈયાર હોવાના કરેલા દાવાના પગલે આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના નામે વિશ્વમાં મચાવેલી ઉથલપાથલ ચાલુ રહી હવે 2, એપ્રિલના દેશ મુજબ રેસિપ્રોકલ ટેરિફ જાહેર કરવાના હોઈ આ પૂર્વે ટ્રેડ નિષ્ણાતો સાથે આ મુદ્દે સ્પષ્ટતા મેળવી નિયમો ઘડી રહ્યાના અહેવાલે વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારોને મૂંઝવણમાં મૂકવાનું ચાલુ રાખ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો નોંધાતા આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.38% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.99% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ્યુનિકેશન, ટેક, એફએમસીજી, સર્વિસીઝ, ફાઈનાન્શિયલ સર્વિસ, ફોકસ્ડ આઈટી, બેન્કેકસ અને ઓટો શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4085 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1091 અને વધનારની સંખ્યા 2863 રહી હતી, 131 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. 4.92%, ટાઈટન કંપની લિ. 3.77%, ઇન્ડસઇન્ડ બેન્ક 2.88%, મારુતિ સુઝુકી 2.09%, ટેક મહિન્દ્ર 2.04%, અદાણી પોર્ટ 1.93%, ભારતી એરટેલ 1.79%, એચડીએફસી બેન્ક 1.70% અને ઇન્ફોસિસ લિ. 1.46% વધ્યા હતા, જયારે નેસ્લે ઇન્ડિયા 1.36%, પાવર ગ્રીડ કોર્પોરેશન 0.88%, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.88%, બજાજ ફિનસર્વ 0.68%, લાર્સેન લિ. એશિયન પેઈન્ટ 0.38%, બજાજ ફાઈનાન્સ 0.33%, ટીસીએસ લિ. 0.15% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.11% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23438 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23303 પોઈન્ટના પ્રથમ અને 23170 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23474 પોઈન્ટ થી 23570 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23303 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51581 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51303 પોઈન્ટ પ્રથમ અને 51180 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 51737 પોઈન્ટ થી 51808 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 51979 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
કોટક મહિન્દ્રા બેન્ક ( 2159 ) :- કોટક મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2123 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2108 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2174 થી રૂ.2180 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2192 ઉપર તેજી તરફી ધ્યાન…!!
ટાટા કોમ્યુનિકેશન ( 1599 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1570 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1544 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1613 થી રૂ.1630 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
એચડીએફસી બેન્ક ( 1803 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.1844 આસપાસ વેચવાલી થકી રૂ.1787 થી રૂ.1770 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1860 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ઇન્ફોસિસ લિ. ( 1556 ) :- રૂ.1584 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1590 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1537 થી રૂ.1525 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1600 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા….
મિત્રો, નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં ભારતના અર્થતંત્રના વિકાસના ઘણા પડકારો દેખાઈ રહ્યા છે. ટેરિફ, વેપારની અનિશ્ચિતતા અને વધતા જિયો પોલિટિકલ ટેન્શનને કારણે વૈશ્વિક સ્તરે તણાવ યથાવત્ છે. જોકે, સ્થાનિક સ્તરે મજબૂતાઈ અને ઘટતા ફુગાવાના કારણે ભારતીય અર્થતંત્ર સારી સ્થિતિમાં જોવા મળે છે. નાણા મંત્રાલયે ગત સપ્તાહે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ ટેરિફમાં અનિયંત્રિત વધારાને કારણે વૃદ્ધિ પર અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલથી ટ્રેડિંગ પાર્ટનર્સ પર વળતો ટેરિફ લાદવાની ધમકી આપી છે. આ ક્રમમાં સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ પર ભારે ડયૂટી લાદવામાં આવી છે. ટેરિફની કેવા પ્રકારની અસર થશે તેનો અંદાજ નથી પરંતુ તે વૈશ્વિક વૃદ્ધિને અસર કરી શકે છે. વૈશ્વિક વૃદ્ધિમાં ઘટાડો થવાની સંભાવના છે ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા પર અંદાજીત 5 થી 10 બેસિસ પોઈન્ટ્સની અસર થઈ શકે છે સાથે સાથે અન્ય અસરો ઘણી વધારે પણ હોઈ શકે છે. જો કે એક અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2024-25માં ધીમી વૃદ્ધિને કારણે આગામી નાણાકીય વર્ષ દરમિયાન એકંદર વૃદ્ધિમાં તેજી આવી શકે છે. આ ઊપરાંત નીચા ફુગાવા, રેન્જ-બાઉન્ડ વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ, સરકારી ટેક્સ પ્રોત્સાહનો, નીચા ધિરાણ દરો, વધારાની પ્રવાહિતા અને વધુ સ્થિર વૈશ્વિક વાતાવરણને કારણે આ વર્ષના અંત સુધી સેન્ટિમેન્ટ મજબૂત રહેવાની ધારણા છે.