અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. અધિવેશનને લઈને જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસે અધિવેશન માટે પોસ્ટર લોન્ચ કર્યું છે. આ પોસ્ટરની થીમ ન્યાય પથ છે. જેમાં સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ મુખ્ય મુદ્દા રાખવામાં આવ્યા છે. પોસ્ટર કોંગ્રેસના તમામ નેતાઓની ગાડી પર લગાવવામાં આવશે. ન્યાય પથની થીમ પર પોસ્ટર લોંચ
કોંગ્રેસના અધિવેશનને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા અધિવેશન માટે ખાસ પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુનો ફોટો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેનો પણ મોટો ફોટો રાખવામાં આવ્યો છે. ત્યારબાદ પોસ્ટરમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, કે.સી વેણુગોપાલ, મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને શૈલેષ પરમારનો ફોટો એક લાઇનમાં રાખવામાં આવ્યો છે. આ પોસ્ટરની થીમ ન્યાય પથ રાખવામાં આવી છે જેમાં નીચે સંકલ્પ,સમર્પણ અને સંઘર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પોસ્ટર ખાસ કોંગ્રેસના અધિવેશનને લઈને લોન્ચ કરવામાં આવ્યું છે. અધિવેશનમાં 3 હજાર લોકો હાજર રહેશે. તમામ લોકોને કાર્યક્રમ સ્થળ અને હોટલ આવવા જવા માટે ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ નેતાઓ જે ગાડીમાં અવરજવર કરશે તે તમામ ગાડી પર પોસ્ટર લગાવવામાં આવશે. અધિવેશનમાં તમામ ગાડીઓ પર કોંગ્રેસનું પોસ્ટર જોવા મળશે.