મંગળવારેવહેલી સવારે નાનાપોંઢા તેમજ આજુબાજુના વિસ્તારમાં ઝરમર વરસાદી ઝાપટા પડતા લોકોએ બેવડી ઋતુ અનુભવી રહ્યા છે. મંગળવારે વહેલી સવારથી જ નાનાપોંઢા વિસ્તારમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદી ઝાપટા પડતા ગરમીમાં શેકાતા લોકોને મહદ અંશે રાહત મળી હતી. રસ્તાઓ ભીના થઈ જાય એટલો વરસાદ પડ્યો હતો.લોકો સવારની પહોરમાં પશુઓ માટે રાખેલો ઘાસ ચારો પલળી ન જાય તે માટે તાડપતરી ઢાંકતા જોવા મળ્યા હતા.વધુમાં આ વિસ્તારમાં આવેલી આંબાવાડી ધરાવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયુ હતું.માંડ હજુ તો કેટલાક ઝાડ પર મંજરી ફૂટી છે તો અમુક આંબા પર કેરીઓ પણ આવી ગઈ છે તેવામાં પડેલા વરસાદી ઝાપટાથી કેરીના પાકને નુકશાન થવાની ભીતિ સાથે જિલ્લાની આંબા વાડીના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.