દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેડા ગામની જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર લીમડી પોલીસે દરોડો પાડ્યો હતો. લગ્નસીઝન દરમિયાન દેશી દારૂની માંગ વધતા બૂટલેગરોએ જંગલ વિસ્તારમાં ભઠ્ઠીઓ શરૂ કરી હોય તેમ લાગી રહ્યુ છે. પોલીસે બાતમીના આધારે એક સાથે 10 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી હતી. પોલીસને જોઈને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે દુર્ગંધ મારતા પાણીમાં ઉતરીને મહુડાનો ઘોળ ભરેલા કારબાનો નાશ કર્યો હતો. પોલીસે તમામ ભઠ્ઠીઓ તોડી નાખી હતી અને 10 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી વિસ્તારના દેશી દારૂના બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.