હીટવેવ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે આજે રાજ્યમાં હીટવેવ સાથે કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. મધ્ય મહારાષ્ટ્ર પર સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં વરસી શકે છે. ડીસા અગ્નિકાંડના ફેક્ટરી માલિકની ઈડરથી ધરપકડ ડીસામાં આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 21 મજૂરનાં મોત થયાં છે. ઘટનાને પગલે ફેક્ટરી માલિક દિપક મોહનાની અને
ખૂબચંદ મોહનાનીની પોલીસે ધરપકડ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો પ્રાગણિકાએ ચેસમાં વિશ્વ ચેમ્પિયનનો તાજ મેળવ્યો સુરતની 7 વર્ષીય પ્રાગણિકા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચેસમાં. અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી. પ્રાગણિકાએ યુરોપના સર્બિયામાં યોજાયેલી ફીડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વ ચેમ્પિયનનો તાજ મેળવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો 10 પાસ માસ્ટરમાઈન્ડે 1 કરોડની છેતરપિંડી કરી અમદાવાદમાં 10 પાસ માસ્ટરમાઈન્ડે ટોળકી સાથે મળી 1 કરોડની છેતરપિંડી કરી. PAYTMનો સાઉન્ડ ચાર્જ 1 રૂપિયો કરવાનું કહી 500 વેપારીઓને ખંખેર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો 400 કલાકારોની કલાકૃતિએ સુરતીઓને મંત્રમુગ્ધ કર્યા સુરતમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સંસ્કૃતિના 400 કલાકારોની કલાકૃતિએ સુરતીઓને મંત્રમુગ્ધ કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો જન્મ તારીખ સુધારવા કચેરીએ નહીં જવું પડે હવે ડ્રાઈવિંગ લાઈસન્સમાં જન્મતારીખ સુધારવા RTOનો ધક્કો નહીં ખાવો પડે. ઘરે બેઠા 14 સ્ટેપ્સમાં ઓનલાઈન સુધારો કરી શકાશે. 200 રૂપિયા ચૂકવતા જ સુધારા સાથેનું લાઈસન્સ ઘરે આવી જશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીનો વિરોધ સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કંડારી ગુરુકુળના ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી સામે વિરોધ થર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયિક રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પાપલીલા આચરનાર સંતોની સામે પગલાં લેવાની માંગણી કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો