back to top
Homeમનોરંજન'બેટમેન' ફેમ એક્ટર વૅલ કિલ્મરનું નિધન:65 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, ફિલ્મ...

‘બેટમેન’ ફેમ એક્ટર વૅલ કિલ્મરનું નિધન:65 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, ફિલ્મ જગતમાં શોકની લહેર; 2020માં કેન્સરને હરાવ્યું હતું

ફિલ્મ ‘બેટમેન ફોરેવર’ (1995)માં બેટમેનની ભૂમિકા ભજવનાર હોલિવૂડ એક્ટર વૅલ કિલ્મરનું 65 ​​વર્ષની વયે નિધન થયું છે. એક્ટરે 1 એપ્રિલના રોજ લોસ એન્જલસમાં અંતિમ શ્વાસ લીધા હતા. તાજેતરમાં જ તે ગળાના કેન્સરમાંથી સાજા થયા હતા. વૅલ કિલ્મરની પુત્રી મર્સિડીઝ કિલ્મરે પિતાના મૃત્યુની પુષ્ટિ કરી છે. જાન્યુઆરી 2015માં, વૅલને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. થોડા દિવસો પછી ખબર પડી કે એક્ટર ગળાના કેન્સરથી પીડિત હતા. 2017માં, તેમની સ્થિતિ નાજુક બનવાને કારણે, તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તેમણે પોતાનો અવાજ ગુમાવવાનું શરૂ કર્યું. સર્જરી દ્વારા તેમના ગળામાં ઇલેક્ટ્રિક વોઇસ બોક્સ ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. તેમને સતત કીમોથેરાપી પણ આપવામાં આવી હતી. 2020માં કેન્સર ફ્રી થયા હતા
વર્ષ 2020માં, એક્ટર વૅલ કિલ્મર કેન્સર ફ્રી થયા હતા. જોકે, તેમની તબિયત વધુ ખરાબ થવાને કારણે તેમને ખાવામાં તકલીફ પડી રહી હતી. આવી સ્થિતિમાં, તેમને ફીડિંગ ટ્યૂબ દ્વારા ખાવાનું આપવામાં આવતું. વૅલ કિલ્મરે 1984માં આવેલી ફિલ્મ ‘ટોપ સિક્રેટ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી, તે ‘ધ ઘોસ્ટ એન્ડ ધ ડાર્કનેસ’, ‘બેટમેન ફોરેવર’, ‘ધ સેન્ટ’, ‘ધ પ્રિન્સ ઓફ ઇજિપ્ત’, ‘એલેક્ઝાન્ડર’, ‘કિસ કિસ બેંગ બેંગ’ અને ‘સ્નોમેન’ જેવી હિટ ફિલ્મોનો ભાગ રહ્યા છે. વૅલ કિલ્મરની છેલ્લી ફિલ્મ ‘ટોપ ગન: મેવેરિક’ હતી, જે 2022માં રિલીઝ થઈ રહી છે. AI દ્વારા અવાજ તૈયાર કરવામાં આવ્યો હતો
વર્ષ 2021માં, વૅલ કિલ્મરે લંડન સ્થિત સોફ્ટવેર કંપની સોનેટિક સાથે કામ કર્યું. આ કંપનીએ AIની મદદથી તેમના અવાજને ડિજિટલી ફરીથી બનાવ્યો. આ માટે, 40 વોકલ મોડેલ તૈયાર કરવામાં આવ્યા હતા. ગળાના કેન્સરને કારણે તેમનો અવાજ બગડી ગયો હોવાથી આવું કરવામાં આવ્યું હતું. તે ઇચ્છતા હતા કે ભવિષ્યમાં પોતાનો અવાજ ગુમાવી દે તો પણ પોતાનો અવાજ વાપરી શકે. ‘ટોપ ગન: મેવેરિક’ ફિલ્મમાં, ડિરેક્ટર જોસેફ કોસિન્સ્કીએ AI-જનરેટેડ અવાજને બદલે પોતાનો વાસ્તવિક અવાજ વાપર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments