રાકેશ પટેલ ડીસાના ઢૂવા રોડ પર દીપક ટ્રેડર્સના નામે ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરી માં લાગેલી આગે 21 મજૂરોને જીવતા સળગાવી દીધા. આ મોત માટે ફૂટેલા તંત્ર ની લાપરવાહી , બેદરકારી અને આંખ આડે કાન કરવાની નીતી કારણભૂત હોવાનું ભાસ્કરની તપાસમાં સામે આવ્યું છે. એક લાઇસન્સ પર 1100 કિલો ફટાકડા સ્ટોર કરવાની મંજૂરી હોય તેની સામે ગેરકાયદે ફેકટરીના માલિક ખૂબચંદે વધુ ફટાકડા રાખી વધુ પૈસા કમાઈ શકાય તે માટે પોતાના નામે એક અને અને પુત્રના નામે બે એમ એક જ ફેક્ટરીમાં ત્રણ જુદા જુદા લાઇસન્સ લઈ લીધા હતા, જેમાં એક બીજા વચ્ચે 600 ફૂટનું અંતર હોવું જોઈએ તે નિયમ નો પણ સરેઆમ ભંગ કરાયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે ફૂટેલા તંત્રે એક જ મિલકતમાં ત્રણ લાઇસન્સ ફાળવી પણ દીધા હતા. ડીસાનો ખૂબચંદ 12 વર્ષથી મૂળ ફટાકડાનો હોલસેલનો વેપારી છે વધુ પૈસા કમાવા અને વધુ ફટાકડા રાખી શકાય એટલે 2200 ચોરસ મીટરની જગ્યામાં ત્રણ અલગ અલગ લાયસન્સ આ પરિવારે મેળવ્યા હતા .એક લાયસન્સથી બીજું લાઇસન્સ વચ્ચે 600 ફૂટ નું અંતર હોવું જોઈએ જે નિયમનું પણ પાલન ના થયું. એક જ જગ્યાએ ત્રણ લાયસન્સ ન મળે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરતું રહ્યું. એક લાયસન્સમાં માત્ર 1100 કિલો ફટાકડા સ્ટોર કરવાના હોય છે બોમ્બ સપ્લાયર દ્વારા બોમ્બ મોઘા કરી દેવામાં આવતા ખૂબચંદે પૈસા કમાવાની લ્હાયમાં જાતેજ ફટાકડા બનાવવાનું નક્કી કર્યું અને પોટાશનો ઉપયોગ કરીને મજૂરો રાખી જાતેજ ફટાકડા બનાવવાનું શરૂ કરી દીધું. મધ્યપ્રદેશની હરદાની ફેક્ટરીમાં જે કારીગરો બચી ગયા હતા તેમને 400થી 500 રૂપિયા મજૂરીના આપવાનું નક્કી કરી ડીસા લઈ આવ્યો હતો. વધુ અવાજ થાય એ માટે પાંચ પ્લાયનો બોમ્બ બનાવતો હતો. 12 વર્ષ પહેલા જુનાડીસાની આ જગ્યા ખરીદી હતી અને ગોડાઉન માટે શરૂ કર્યું હતું. રાજકોટના વેપારીએ બોમ્બનો ભાવ વધાર્યો અને દીપક ટ્રેડર્સે પોટાશનો ઉપયોગ કરી ગેરકાયદે ખેલ શરૂ કર્યો
દીપક ટ્રેડર્સ રાજકોટના મોટા વેપારી પાસે થી ફટાકડા ખરીદતા હતા. પરંતુ થોડા સમય થી એ વેપારીએ બોમ્બની કિંમત વધારી દેતા તેની સામે વાંધો પડ્યો અને અહી માલિકોએ પોટાશ નો ઉપયોગ કરી , મજૂરો રાખી ગેરકાયદે આખી ફેકટરી શરૂ કરી દીધી. બધાં ગોડાઉન લગોલગ આવેલાં હતા જેથી આગ જલ્દી ફેલાઈ
ગોડાઉન માટેના નિયમો મુજબ પ્રત્યેક ગોડાઉનથી બીજો ગોડાઉન 600 ફૂટ દૂરના અંતરમાં હોવું જોઈએ જેની સામે દિપક ટ્રેડર્સ એક જ ફેક્ટરીમાં લગોલગ બિલકુલ બાજુમાં અડીને આવેલાં હતા. 30 હજાર કિલોથી વધુ દારૂગોળો પડ્યો હતો… કાલે બલાસ્ટ અને આગની ઘટના બની ત્યારે ફેકટરીમાં 30 હજાર કિલોથી વધુ દારૂગોળો પડ્યો હોવાનું સામે આવ્યું છે. વધુ અવાજ આવે તે માટે બોમ્બના ઠાંસી ઠાંસીને ને દારૂગોળો ભરવામાં આવતો. 2200 ચોરસ મીટર જગ્યામાં બે બિલ્ડિંગ હતા… ખુબચંદે 2200 ચોરસ મીટર જગ્યા માં એક જ ફેક્ટરી શરૂ કરી તેમાં બે જુદા જુદા બિલ્ડિંગ બનાવ્યા હતા. જેમાં સામે ના ભાગે 5 ઓરડીઓ હતી. જેમાંથી 2 ઓરડી બ્લાસ્ટમાં તૂટી ગઈ છે .ફેકટરીમાં પ્રવેશવાની જમણી બાજુ ઓફિસ અને અલગ અલગ ઓરડીઓ આવેલી છે.