back to top
Homeગુજરાતભાસ્કર એક્સક્લુઝિવ:ગાંધીનગરમાં 100 બેડની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ શરૂ થશે, દર્દીએ અમદાવાદ...

ભાસ્કર એક્સક્લુઝિવ:ગાંધીનગરમાં 100 બેડની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ શરૂ થશે, દર્દીએ અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે

રાજ્ય સરકાર દ્વારા ઉત્કૃષ્ટ સારવાર પ્રાપ્ત થાય તે માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યાધુનિક સરકારી હોસ્પિટલો બનાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ગાંધીનગરમાં હૃદયરોગની સારવાર માટે રૂ. 25થી 30 કરોડને ખર્ચે યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ શરૂ થશે. ચાર માળ અને 100 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલ શરૂ થતાં હવે હૃદયરોગના દર્દીને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ સુધી લાંબા થવું પડશે નહીં. પ્લાનિંગ એન્ડ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (પીઆઇયુ)ના સુત્રોના જણાવ્યાં મુજબ, અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટિટયુટ (હોસ્પિટલ)માં અલ્ટ્રા મોર્ડન ટેકનોલોજી અને અનુભવી ડોક્ટરો દ્વારા દર્દીને ઉચ્ચ કક્ષાની સારવાર પ્રાપ્ત થાય છે. જેને પગલે હાલમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાત ઉપરાંત બહારના રાજ્યના દર્દી પણ સારવાર માટે આવે છે. જેને કારણે યુ.એન. મહેતા હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ વધ્યું છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હવે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ સંકુલમાં ગ્રાઉન્ડ ફ્લોર સાથે 4 માળની અને 100 બેડની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક હોસ્પિટલ શરૂ કરશે. ઉત્તર ગુજરાત તેમજ ગાંધીનગરની આસપાસના ગામડામાંથી આવતાં હાર્ટના દર્દીને અમદાવાદ સુધી લાંબા થવું પડશે નહિ. આ હોસ્પિટલને હાલમાં આખરી ઓપ અપાઇ રહ્યો છે. એકથી દોઢ મહિનામાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાની તૈયારીઓ હાથ ધરી છે. બે ઓપરેશન થિયેટર, ICU ઉપરાંત સ્પેશિયલ રૂમ વગેરે હશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments