back to top
Homeગુજરાતભ્રષ્ટાચાર આચરીને કાળી કમાણી કર્યાનો પર્દાફાશ:મનપાના પૂર્વ એટીપીઓ પાસેથી 65.97 લાખ રોકડા...

ભ્રષ્ટાચાર આચરીને કાળી કમાણી કર્યાનો પર્દાફાશ:મનપાના પૂર્વ એટીપીઓ પાસેથી 65.97 લાખ રોકડા સહિત 75.21 લાખની અપ્રમાણસરની મિલકત મળી

રાજકોટમાં થયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની પોલીસ તપાસ ચલાવી રહી હતી ત્યારે તેની સાથોસાથ એસીબીએ પણ ઝંપલાવ્યું હતું અને મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ સાગઠિયા, તત્કાલીન ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાના ભ્રષ્ટાચારનો ભાંડાફોડ થયો હતો. તપાસનો આ સિલસિલો ચાલુ રહ્યો હતો અને પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વેગડ પાસે પણ તેની આવક કરતાં રૂ.75,21,093ની બેનામી મિલકત હોવાનું સ્પષ્ટ થતાં તેની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. મનપાના કેટલાક અધિકારીઓ નાણાં વગર કામ નહીં કરતા હોવાની તથા કોઇપણ કામમાં તેમને ચોક્કસ હિસ્સો આપવો જ પડે તેવી પરંપરા પાડી દીધી છે. આવા ભ્રષ્ટ અધિકારી કર્મચારી સામે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના નેતૃત્વ હેઠળ એસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી અને હાલમાં બાંધકામ શાખામાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વર્ગ-2 અજય મનસુખ વેગડે ભ્રષ્ટાચારથી આવક કરતાં વધુ કમાણી કરી હોવાના સગડ મળતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. એસીબીની ટીમે અજય વેગડના બેંક ખાતા, સ્થાવર અને જંગમ મિલકતની તપાસ કરતાં વેગડના ભ્રષ્ટાચારનો પરપોટો ફૂટી ગયો હતો. તા.1 એપ્રિલ 2014થી તા.3 જૂન 2024ના સમયગાળા દરમિયાન અજય વેગડે પોતાની સત્તાનો ગેરઉપયોગ કરી પોતાની આવક કરતાં 38.76 ટકા એટલે કે રૂ.75,21,093ની વધુ કમાણી કરી હતી જેમાં રૂ.65.97 લાખના બેનામી રોકડ વ્યવહારો પણ મળી આવ્યા હતા. એસીબીના પીઆઇ પી.એ.દેકાવાડિયાએ વેગડ સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નોંધ્યો હતો. એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અજય વેગડ અગાઉ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતો હતો અને ત્યારે ટી.પી.ડ્રાફ્ટની કામગીરી સંભાળતો હતો અને છેલ્લા કેટલાક સમયથી તેની બદલી કરી તેને બાંધકામ શાખામાં મૂકવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે રૂ.28 કરોડથી વધુ અપ્રમાણસર મિલકત હોવા અંગે તેમજ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે રૂ.79 લાખથી વધુની અપ્રમાણસર મિલકત અંગેનો અગાઉ ગુનો નોંધાયો હતો તેમજ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ બદલી પામીને આવેલા તત્કાલીન ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ રૂ.1.80 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો હવે અજય વેગડના પણ ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટતાં મનપાના અન્ય કેટલાક ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. દર મહિને બેંક ખાતામાં રૂ.30 હજારથી રૂ.50 હજાર જમા કરાવતો’તો
એસીબીની ટીમે પૂર્વ એટીપીઓ અજય વેગડના ભ્રષ્ટાચારની તપાસ કરતાં અજયે ગોરખધંધા કરીને કેવી રીતે નાણાં મેળવ્યા અને તે કેવી રીતે કાળાં નાણાં સેટ કરતો હતો તેવી પણ વિગતો બહાર આવી હતી. અજય વેગડે અલગ અલગ બેંકમાં પોતાનું, પોતાના પરિવારનું સંયુક્ત ખાતું તેમજ પોતાની પત્ની, પુત્રી અને પુત્રનું અલગ અલગ ખાતું ખોલાવ્યું હતું. આ તમામ બેંક ખાતામાં દર મહિને અજય વેગડ રૂ.30 હજારથી માંડી રૂ.50 હજાર જમા કરાવતો હતો. આમ પાંચ બેંક એકાઉન્ટમાં ઓછામાં ઓછા રૂ.30 હજાર પણ દર મહિને જમા કરાવતો હોય તો અજય દર મહિને રૂ.1.50ની કાળી કમાણી કરતો હોવાની શંકા ઊઠી હતી. આ તમામ રકમ બેંક ખાતામાં જમા થયા બાદ અજય વેગડ થોડા દિવસો બાદ તે રકમ ઉપાડી લેતો હતો અને ત્યારબાદ તે રકમ બેંક ખાતામાંથી ઉપાડી તેનું ફિક્સ ડિપોઝિટ, મ્યુચ્યલ ફંડ અને શેરમાર્કેટ સહિતનામાં રોકાણ કરતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments